રાજપૂત(ક્ષત્રિયો) નો સાચો ધર્મ અને ઈતિહાસ બતાવતી કવીતા કવિ શ્રી પાબુદાનજી બારોટે લખેલ છે. જેમાં રણમેદન થી લય ને રાજકારણ સુધી ઉદારતા થી લય દુશ્મની સુધી મર્દાનગી થી લય મર્યાદા સુધી ની વાત કરેલી છે

hamirji gohil rajput
  • ગડંદા ગડંદા બજે ધોર ત્રંબાળ જ્યાં
  • બડંદા બોમ તરવાર બોલે
  • કડંદા કડંદા બજે બખતર કડી
  • જ્યું તડંદા વીર તરવાર તોલે
  • ફડંદા સિર રડતા ધણા ફેર થી
  • ધેર થી ત્રીયા સૌ ગીત ગાવે
  • પોઢવા મર્દને ભાલા તણી પથારી
  • ઓઢવા યુદ્ધ ને ઊઘના આવે
  • જબર રણભોમમે ધોમ ધૂણીધખે
  • ખબર રજપૂત રી જદી ખાવે
  • એસો રાજપૂત અદ્ભુત આવે જરે
  • વિના હથિયાર હાકલ વજાવે
  • કરન્ટ ટંકાર ભેંકાર ભૂમિ જઠે
  • મરદ એકાર નહી મ્રોડ મેલે
  • અસલ રજપૂતરૂ બિરૂદ આવે જદે
  • હલ મલી ભોમકા ચડે હેલે
  • ખડગ વિકરાળલે અડગ આસણ ખડો
  • પડે નહિ કોઈ થી મર્દ પાછો
  • રંગત રળિયામણો રંગ રાજપૂતરો
  • ખરેખર વીર રણધીર ખાસો
  • ભળહળે તેગને બાણભાથો જહા
  • ખલહળે સરિતા રુદ્ર ખેસે
  • ઉતરે પંથ ગેણાંગથી અપ્સરા
  • મરદ રાજપૂત વિમાન બેસે
  • સિહરી દીકરી ચડે કેડે સતી
  • જીવતી અંગ પતિ સંગ બાળે
  • જગત માતા બનીનામ રાખે જરૂર
  • ભયંકર વેસ સૌ લોક ભાળે
  • ગડે નોબત જદી ધોર ધિંગાણમે
  • જબર રાજપૂત રી જાત જેવી
  • કહે પાબુદાન સુણજો ક્ષત્રિયો
  • અસલ રાજપૂત રી વાત એવી
-કવિરાજ પાબુદાનજી બારોટ