ઈસ ૧૯૪૯ ના અરસા મા બાબરા પંથક ની આજુ બાજુ બે નામ ખુંખાર બહારવટિયાઓ રાહતા હતા.

  1. રહેમતુલ્લા ખાન
  2. સુરિગ વાળા

એ સમય બાબરા તાલુકો પોલીસ ઓફિસર તરીકે પ્રભાતસિંહ કાકુભા ઝાલા(ઝીંઝુવાડા)હતા ૧૭/૦૨/૧૯૪૯ વિસામણ વાળા ના ગલકોટડી ગામે બંને બહારવટિયા ઓ ની બાતમી મળતા ઝાલા સાહેબ ગલકોટડી ગામે જઈ ચડ્યા.

prabhatshih zala zinzuvada
કીર્તિ રાસ

કુળ ની રે અજવાળી ઝાલા આબરૂ રોળી નાખ્યો તેતો રહેમતુલ્લા ખાન રે....

કાકુભા ના કુંવરનવખંડ રાખ્યાં વિર પ્રભાતસિંહ નામ રે....કાકુભા ના કુંવર

સુરતા થી સાચવી કાકુભા ની કીર્તિ , લાજ વધારી ઝીંઝુવાડા ઝલરાણ રે....કાકુભા ના કુંવર (૧)

ધરણી રે ધ્રુજી સારા સૌરાષ્ટ્ર ની , રણે ચડ્યો જે દી રહેમતુલ્લા ખાન રે...કાકુભા ના કુંવર (૨)

ગઢ તો ભાગ્યા ને ભાગ્યા ગામડાં ,ભાગી નાખ્યાં એણે ભલ ભલા ના હાડ રે... કાકુભા ના કુંવર (૩)

ઇંગલિશ રાયફલ ચાઉસ તો રાખતો ,કોટ માં એને હેમેલું કેરા હાર રે... કાકુભા ના કુંવર (૪)

થર થર કાપે ધરા એના ધાક થી ,સુરીંગ જેવા એના તો સાથીદાર રે.... કાકુભા ના કુંવર (૫)

સુરતાના બીડાં ફરે સરકારના ચાઉસ , માર્યાના ઇનામ પારાવાર રે.... કાકુભા ના કુંવર (૬)

બીડાં રે દેખીને કાયા કમકમે ,થર થરાવે રહેમતુલા નામ રે... કાકુભા ના કુંવર (૭)

બીડું રે ઝડપ્યું ઝાલે ઝંઝપુર ના ,ત્યાંતો નોબત ને નિશાન રે.... કાકુભા ના કુંવર (૮)

મુવો કે જીવતો ઝાલું ચાઉસ ને ,પકડ્યા વીના પાછો ન આવું ગામરે... કાકુભા ના કુંવર (૯)

બીડું રે ઝડપ્યું ને ખબર સાંપડી ,રોસે ભરાયો ખબર મોકલી ખાન રે... કાકુભા ના કુંવર (૧૦)

મરવું રે હોય તો ઝાલા સાહેબ આવજો, ,અહીંયા નથી કાયર કેરા કામ રે... કાકુભા ના કુંવર (૧૧)

બખ્તર પહેર્યા ને બંદૂક બાંધિયું ,બાંધી છે ઝાલા કેસર ભીની કેડ રે... કાકુભા ના કુંવર (૧૨)

સરકારી સૈનિક કીધા સાબદા ,હુકમ આપી હંકારી મોટર કાર રે... કાકુભા ના કુંવર (૧૩)

પાર્ટી રે આવી વાળા ના પાદરે ,ઘેરી લીધું છે ગલ કોટડી ગામ રે... કાકુભા ના કુંવર (૧૪)

બડીયારે જોદ્ધા બેઉ ત્યાં બાખડયા ,રહેમતુલ્લા ને રંગ ભીના ઝલરણ રે... કાકુભા ના કુંવર (૧૫)

ધાણી રે ફુટતી બંદૂકો ના બાર થી ,સ નનનન ગોળી તણા સુર થાય રે... કાકુભા ના કુંવર (૧૬)

રાજપુતી રીતે રમાડી ચાઉસ ને ,પડકારી પહેલા પછી લીધા એનાં પ્રાણ રે... કાકુભા ના કુંવર (૧૭)

ધરણી એ ઢળીયો રહેમતુલ્લા ખાન જ્યાં ,સુરીંગ વાળો ત્રાટક્યો તેણી વાર રે...કાકુભાં ના કુંવર(૧૮)

રાયફલ થ્રીનોટ લીધી હાથ મા ,હાકોટે એને ગજાવ્યું આખું ગામ રે...કાકુભા ના કુંવર (૧૯)

રણ માં રે ઊભો વાળો લલકારતો ,માટી થાજો હવે સેના તણા સરદાર રે...કાકુભા ના કુંવર (૨૦)

સુરતા થી ઘૂમતો સુરાનો સાયબો ,ચડ્યો જાણે ચડાવે અભિમાન રે... કાકુભા ના કુંવર (૨૧)

રણમા રે ઝાલો વાળા ને રીઝવે ,શાબાશ વાળા શાબાશ તારું નામ રે....કાકુભા ના કુંવર (૨૨)

શરણે આવે વાળા સુરિંગ તો ,ગુન્હા તારા માફ કરું તમામ રે...કાકુભાના કુંવર (૨૩)

શરણે રે જાવું કાયર ને સોંપ્યું ,એતો નથી વાળા કુળ નું કામ રે... કાકુભા ના કુંવર (૨૪)

માવતર લાજે ને લાજે બેસણાં ,લાજે મારું સૂરીંગવાળા નામ રે... કાકુભા ના કુંવર (૨૫)

ભભૂતી રે ચોળી વાળે પછી ભાલ મા ,કંઠે પહેરી તુલસી કેરી માળ રે... કાકુંભા ના કુંવર (૨૬)

છેલ્લા રે સૂરીંગ ના રામે રામ છે ,એમ કહી ને પોતેજ કાઢ્યા પ્રાણ રે...કાકુભા ના કુંવર (૨૭)

જબરો રે જોદ્ધો સરગાપુરી સંચયો ,પહોંચી ગયો તેતો રમતુલ્લા ની પાસ રે...કુભા ના કુંવર (૨૮)

જબરો રે જીત્યા ઝાલા પતી જંગ ને ,કીર્તિ તેની ગાય કવિ સવદાન રે... કાકુભા ના કુંવર (૨૯)

-કવિરાજ સવદાનજી વિરમજી (ઝીંઝુવાડા ચોવીશી )