એક એવો જિલ્લો જેણે બે રાષ્ટ્રપિતા ને જોયા
પોરબંદર જ્યા જેઠવા ઓ ના રાજ સદીયો સુધી તપયા તેને એક વાર સલામ કરવું પડે આ ઇતિહાસ વાંચો તો ખબર પડે પોરબંદર અને તેની આસપાસ ના વિસ્તાર ની તાકાત અને ત્યાં ના નમી લોકો માત્ર ભારત માજ ની પણ પાકિસ્તાન ,માં પણ માં ધરાવે છે "
પોરબંદર અને તેમની આસપાસની ૧૦૦ કકિ.મી.ની ત્રિજીયા ના વિસ્તારનાં વિશ્વના સૌથી શક્તિશાળી અનેક મોટા મહાપુરુષો થઇ ગયા છે, જેની તમને કદી જાણ નથી, તેવા અનેક ના નામ વિગત સાથે જણાવુ.
- મહારાજા નટવરસિંહ, ભારતના પહેલા ક્રિકેટ ટીમ ના કેપ્ટન
- મહાત્મા ગાંધી, ભારત ના રાષ્ટ્રપિતા
- મહંમદ અલી ઝીણા, મોટી પાનેલી.રાષ્ટ્રપિતા, પાકિસ્તાન
- ધીરુભાઈ અંબાણી, મુ. કુકસવાડા. (ચોરવાડ) એશિયા ના સોથી અમીર વ્યક્તિ
- દેવકરણ નાનજી, દેના બેંકના માલિક, પોરબંદર
- અ. સત્તાર એધી, બાંટવા, વિશ્વના બીજા નં. ના સમાજસેવક.
- શેઠ હાજી કાસમ કુતિયાણા, વિજળી આગબોટના માલિક
- ગુલાબદાસ બ્રોકર, ભારતના વિખ્યાત લેખક, પોરબંદર
- વિજયગુપત મોયઁ, ભારતના વિખ્યાત લેખક
- શેઠ ભાણજી લવજી, ભારતના ઘી ઉધોગના સૌથી મોટા ઉત્પાદક
- એમ. એચ. વાડીયા,(ફકત ૩૦-૩૫થી વધુ પારસી પોરબંદર માં નથી, છતા) પોરબંદરના પહેલા નગરપાલિકા ના પ્રમુખ.
- કેતન પારેખ, માંગરોળ શેર બજારમાં સૌથી મોટું બુચ મારનાર દલાલ
- નારણ ખેર. પોરબંદર, ભારતના વિખ્યાત ચિત્રકાર
- બહારવટીયા મુળુ માણેક, પોરબંદરથી ૧૧ કિ.મી. દુર શહીદ થયા
- શેઠ હાજી અબ્દુલ્લા ઝવેરી, મહાત્મા ગાંધી ને આફ્રિકા નોકરી માટે લઇ જનાર મેમણ આસામી
- જામ રણજીતસિંહ, નવાનગર, જેના નામ ઉપરથી ભારતની સૌથી મોટી ટુનાઁ. રણજી ટ્રોફી રમાય છે
- દિલીપસિંહજી, નવાનગર. જેના નામ ઉપરથી દિલીપ ટ્રોફી રમાય છે.
- હનીફ મોહંમદ, મુસ્તાકમોહંમદ, સાદીક મોહંમદ, વજીર મોહંમદ, વગેરે ચાર સગા ભાઈ જુનાગઢ ના, દુનિયાના મોટા ક્રિકેટ ખેલાડી હાલ પાકિસ્તાન છે.
- શાહ નવાઝ ભુટો, બેનઝીર ભુટ્ટો ફેમિલી, જુનાગઢ ના હાલ પાકિસ્તાન
- બહારવટીયા ઓસમાણ અને સિદીક. (સિદીયો ઓસમાણીયો) મુ. રાણાવાવ
- વૈદ્ય રાજ ઝંડુ ભટ્ટ (જેના નામ ઉપરથી ઝંડુ ની આયુર્વેદ દવાઓ બને છે. તે મુળ જામનગરના
- આદિત્યાણા માં થી નિકળતાં ચોકપાવડર જે ભારતમાં આદિત્યાણા સિવાય કયાય નથી મળતો.
- ૧૯૧૬ માં એશિયા નો સર્વ પ્રથમ સિમેન્ટ પ્લાન્ટ ACC કંપની એ નાખેલ...
- પાકિસ્તાન ની મોટી બેંક હાજી હબીબ શેઠની છે. હબીબ બેંક તે શેઠ કુતિયાણા ના.
- પોરબંદર એક ટાપુ છે, તે જાણ ખાતર(શહેર ની ચારે તરફ પાણી)
- સાડી છાપવાનું ઈટાલીનું ઓટોમેટિક પ્રથમ મશીન ભારતમાં પહેલી વાર મહારાણા મિલ માં ફિટીંગ થયેલ...
- આખાયે વિશ્વમાં એકમાત્ર મંદિર તે પોરબંદરનું "સુદામા મંદિર"
- નથુભાઈ ગરચર, રેતી શિલ્પ ના વિખ્યાત કલાકાર
- નરોતમ પલાણ, જાણીતા ઈતિહાસવિદ,
- દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટ, એશિયા ની એકમાત્ર સંસ્થા , વિશ્વ માં ફકત બે જ જગ્યાએ.
- અકબરખાન, વિશ્વમાં પહેલીવાર પોઈન્ટ સાઈડ ઉપર સિકસ મારનાર પ્રથમ રણજી ટ્રોફી ખેલાડી,
- જયેશ ઉનડકટ, રણજી ટ્રોફી , ભારત તરફથી વન-ડે, તેમજ, , IPL રમનાર એકમાત્ર પોરબંદરી
- આ પોરબંદક એકમાત્ર એવુ શહેર કે જયાં લગભગ તમામ રાષ્ટ્રપતિ મુલાકાતે આવી ચુક્યા છે .
- જયેશ હિંગળાજીયા, (ડુપ્લીકેટ મહાત્મા ગાંધી )એ જેટલા પદક, ટ્રોફી, સન્માન, લિમકાબુક ઓફ રેકોર્ડ, તેમજ વિશ્વ રેકોર્ડ બનાવનાર એકમાત્ર મજુર દરજ્જા નો કલાકાર. (પોરબંદર ભોઇ સમાજ ને ગૌરવ અપાવનાર)
- રાણાભાઈ સીડા, મહેર ડાંડીયારાસ ને વિશ્વલેવલે પહોંચાડી દેનાર કલાવૃંદ ના ગુરૂ
- શુધ્ધ ઘી ટેસ્ટીંગ લેબોરેટરીઝ ભારતમાં સૌપ્રથમ અહીં સ્થાપના કરવામાં આવેલી.
- પોરબંદરના પાદર માં બનેલો સ્પલીટ ફલાયઓવરબ્રિજ ગુજરાતનો એકમાત્ર અને પહેલો પુલ છે.
- પોરબંદર ની બાજુમાંજ આવેલા કાટવાણા , ખંભાળા અને હનુમાનગઢ ની કેશર કેરીનું ૯૦% ઉત્પાદન વિદેશ નિકાસ થાય છે, આવી ઉતમ કેશર કેરી ભારતમાં બીજે કયાંય નથી.
- અને આ નામ તો દુનિયા જાણે જ છે, પોરબંદર ની ખાજલી, પોરબંદર ના ખ્યાતનામ કંદોઈ વિનયચંદ્ર નાથાલાલ શાહ, એટલે વિદેશમાં નિકાસ થતી એકમાત્ર શાહ ની ખાજલી .
- જુહી ચાવલા અને મુમતાઝ એ પોરબંદરમાં સાસરે છે.