જેઠીભાઇ સોલંકી આકરૂ ગામ નો એક ખુંખાર બહારવટીયો
ભલા થઈ ને મારા ભઈને વવને મોકલી દો ને ધઉનો વાઢ પડયો છે કપાણનો પાર નથી એટલે તેડવા આવ્યો છુ ભરજુવાની મુછનો દોરો ફુટતો જુવાન એટલે આકરૂ ગામના શાખે કારડીયા રાજપુત જેઠીભાઇ રાજપુતે ધંધુકા તાલુકાના રાયકા ગામે જઈ પોતાના નાનાંભાઈ હરૂભાઇના સાઢુ ને વાત કરી.
જેઠીભાઇના નાનાંભાઈ ના વહુ પોતાની બહેન સાથે રાયકામા રેહતા કારણ સર વાંધો પડતા નાની બેનને આકરૂ મોકલવાની ધડ દઇ ને ના પાડતા ને થોડી વડછડ પણ થઈ સાઢુ સાથે જીભાજોડી કરી એમા વાત વણસી મધથી છકેલા સાઢુએ જેઠીભાઇ ની છાતીમા નળાવાળા જોડા સોતી પાટુ ઝીંકી ને બોલ્યો તારા ભાઇ ના વવને લાખવાતેય નહી મોકલુ ને પાણી પછાડા મારતુ હોય તો ઊભા ખેતર લણી જજે
ફાટીને બુકારી ગયો છુ પણ યાદ રાખજે તારા માથે શિયાળિયા નો મુતરાવુ તો રજપુતના પૈટનો નૈ તને ઠીક પડે ત્યાર દોડ્યો આવજે
જેઠીભાઇ આકરૂ આવ્યા વેરની ભાવના એ આસન માંડ્યુ નિંદરવેરણ થઈ ને ધઉની વાઢણી કરી ન કરી જેઠીભાઇ નો વેરાગ્ની ભડકે બળતી રાયકા ગામ ભાંગીને મારૂ મો તોડી લેનારને ભરબજારે ભડાકે ઠારના કરૂ ત્યા લગી આકરૂ નુ પાણી અગરાજ આવુ નીમ લઈ આકરૂના પાદરને છેલ્લા જુહાર કર્યા ને નિકળી પડ્યા
રુંઝુ વેળાએ ઠાકરની આરતી ય ઊતરી ગઈ રાયકા ગામ નિરાંતે સુતુ હતુ અંધકાર છવાઈ ગયો છે ભેકાર રાતે બરોબર મધરાતે રાયકા માથે બંધુકોમાથી ગોળીઓ વછુટીયુ
ચારેય કોર તડાકાને ભડાકા ના અવાજથી ગામ આખુ જાગી ગયુ પારેવાની માફક ફફડવા લાગ્યુ ને જેઠીભાઇ એ સાઢુની ખડકીએ જઈને પડકારો કર્યો મને પોંખવા પાદરે આવવાનો હતોને શુ થયુ ભડનો દિકરો હોયતો નીકળ બારો જેઠીભાઇ જાન લઈ ને આવ્યો છે
તારૂ પાણી ક્યા ગયુ જેઠીભાઇ એ વાસેલા બારણા પર પાટુ મારી કમાડ ઉઘડી ગયા જમ જેવા જેઠીભાઇ ઘરમા ગયા ઘઉ ભરવાની સાણહો દિધૈલી કોઠી માથી કોસાબોલા સાઢુને બોચીએ ઝાલી બહાર કાઢ્યો રજપુતાણીના પેટનો થઈ કોઠીમા ગરી ગયો લે તલવાર થા સાબદો આજ હુ ડાઘ ભુહવા આવ્યો છુ
તેદી ફાટયા ડાચે ભરબજારે બોલતો હતો ભુલી ગયો પણ સાઢુને ધરતી સંઘરતી નથી વગર ડાકલે માતા રમતી ને બે હાથ જોડી બોલ્યો જેઠીભાઇ એક ગનો માફ કર તારી ગાવડી જવાદે તેદી સાંઢ થઈ ફરતો હતો આજ ભીહ ભાળી ગા થયો ને કાળ ભરાણો સાઢુને ફળીયા વચ્ચે બાંધીને ભડાકે દિધો એના કાકાને ઠાર કિધો અને વસમી સાળીનુ નાક વાઢી લીધુ ત્યાતો રાયકા સ્ટેશન પર તારના દોરડા ઝણઝણી ઉઠયા
બે ખટારા ભરીને પોલીસ આવી પોહચી ને પોલીસ ને થાપ થઈ આકરૂ આવ્યા ગામના આગેવાનોને ભેળા કરી ગળગળા સાદે કહ્યુ મારી ઈચ્છા પુરી થઇ મને વેરનો સંતોષ છે હુ હસ્તેમુખે ખપી જઈશ મારા ભાંડરૂ તમને સોપુછુ ધ્યાન રાખજો તેમ કહી ત્યાથી નિકળી ગયા ..ને લીમડી રાજની ધરતી ધમરોળવા માંડી થોરડી લોયા અને ગોદાવરી ગામો ભાંગ્યા પોલીસ ના ખટારા રાતદી જેઠીભાઇ ના સગડ કાઢવા નિકળ્યા જેઠીભાઇ બહારવટીયા તરીકે જાણીતા થયા.
જેમ પોલીસ ભીહ કરતી તેમ ગામ વધારે ભાંગતા તેમના રાહડા દુહા રચનાઓ થવા લાગી
અકળિત પાણી આકરૂનુ રેઢા શુ શર રણ
બહારવટીયો થઈ ગયો બરાન જલાય નહી કોઈથી જેઠવો
એકવાર રાતના જેઠીભાઇએ સાલાસર ગામ ભાંગ્યુ ને એક ધનવાન પટેલના ઘરમા પડયા તે જીવ લઈ નાઠા જીયાણુ વળીને આવેલી પટેલના દિકરાની વહુઅને બે મહીનાનો દિકરો ઘરમા રહ્યા માથે દોઢેક હજાર નુ ઘરેણુ હતુ એ ઊભી કાપતી હતી ને બોલી મને મારીનાખો પણ મારા દિકરાને કાઇના કરતા એકનો એક છે એમ કહી રડવા લાગી
અરે બોન તુ મને ઓળખે છે હુ જેઠીભાઇ બહારવટીયો બોન દિકરીના અંગ ઊપરથી વાલની વીટી એ નથી ઉતારતો તુ શાંત થઈ જા એમ કહેતા દસ રૂપીયાની નોટ મુકી જેઠીભાઇ હાલી નિકળ્યા
ગામ ભાંગ્યાના સમાચાર મળતા પોલીસ સગડ દબાવતી પાછળ પડી નાગનેશ પોચતા સવાર થઈ નાસી છુટાઇ તેમ ન હતુ સાગરીતોને સાથે એક વોકળાને સ્થાન બનાવ્યુ પોલીસ આવી પહોંચી બહારવટીયાને સાણસમા લેવા બોટાદ લીમડી વઢવાણ પોલીસ આવી અમદાવાદ ની પોલીસ દારૂગોળા સાથી આવી કફન કેડ્યે બાંધી માત્ર આઠ બહારવટીઓએ પાંચસો પોલીસ સાથે ધીંગાણુ આદર્યુ સામસામી બંધુક ની ધાણી ફુટવા લાગી ગોરા ફોજદારે પોલીસને બારવટીયા ના આશ્રય સ્થાન તરફ મોટર લઈ લેવાનો હુકમ કર્યો ડ્રાઇવર મોટર મુકી નાઠો એક રાજપુત પોલીસે મોટર ચલાવી ત્યા જેઠીભાઇએ નીશાન તાક્યુ ભડાકો કર્યો ફોજદાર સીટ નીચે સંતાઈ ગયો સીટ પર મોટુ બખોરૂ થઇ ગયુ.
આખો દિવસ ભુખ્યા તરસ્યા બારવટીયા પોલીસ સામે ઝઝૂમ્યા મોતને મુઠીમા લઈ ખેલતા બારવટીયા પાસે જવાની પોલીસ ની હિમ્મત નથી હાલતી પાચસો પોલીસે એમને ઘેરી વળી ત્યા રાતના દિવાબતી વરતાણા બારવટીયા એ જોઈ બળમા આવ્યા જેઠીભાઇ બહાર આવ્યા અને વોકળા કાઠે ઉધી તલવાર ખોસી અને વિજયના પ્રતિક સમી ભગવી ઝંડી ફરકાવી પોલીસ ઉત્સાહ મા આવી જઈ ઘેરો ધાલ્યો સવાર પડતા બારવટીયા શરણે આવી જશે આવા તુકકા ઘડતી પોલીસ નાચી ઊઠી ત્યા ચતુર જેઠીભાઇ થાપ દઇ ને નિકળી ગયા પોલીસ આટા મારતી રહી.
એ અરસામા લીંમડી રાજમા કંથારીયા ગામના દરબાર ફોજદાર હતા જેઠીભાઇ ને લીમડી રાજ સાથે સંબંધ સારો પણ રાયકા ગામે જે ખેડુત ને માર્યો હતો એ આ ફોજદાર ની જમીન ખેડતો હતો ફોજદારે મનમા ગાંઠ વાળી કે મારા ખેડુત ના ઘરની તારાજી કરનાર ને હુ જીવતો નહી મુકુ એમ વિચારી પેતરો ઘડીયો.
લીંબડી ગામના પાદરમા આવેલા છાલિયા તળાવને કાંઠે જેઠીભાઇ ની ટોળીએ પડાવ નાખ્યો છે ફોજદારે સંદેશ મોકલ્યો કે જેઠીભાઇનુ જરૂરી કામ હોવાથી મારે મળવુ છે રાજ સાથે સંબંધ સારો હોવાથી વિશ્વાસ મુકીને મળવા તૈયાર થયા ખેતરવા દુર ઊભી રહેલી મોટર તરફ જવા જેઠીભાઇ એ પગ ઊપાડયો એવીજ ચીબરીએ જાણે ચેતવણી આપી જેઠીભાઇ તમારૂ મોત ભમે છે ત્યા મઝા નથી જવામા પણ જેઠીભાઇ હિમ્મત હારે એમ નથી તેમના પર પુરો ભરોસો હતો
તેઓ ફોજદાર પાસે ગયા હસીને આવકાર્યા અને પોતાની મુશ્કેલીની વાત કરી વાત કરતા જણાવ્યુ કે બ્રિટિશ સરકારની અમારા ઉપર ભીંસ થઈ છે માટે તમે લીંબડી રાજની હદ છોડીને ચાલ્યા જાવ.
ભાઇ તમને મુશ્કેલી પડે એમ હોયતો અમે તો આ ચાલ્યા બીજા રાજમા ડેરા તંબુ તાણશુ એમ જવાબ આપીને જેઠીભાઇએ જેવી પીઠ ફેરવી ત્યા બંધુકમાંથી ધડાધડ કરતા ત્રણ ભડાકા થયા હતતારીના ખુટલના પેટના બાયલા સામી છાતીએ આવવુ હતુ ને જેઠીભાઇ ઢળી પડ્યા લોહીના શેરડા પડ્યા ધીમો અવાજ આવતો હતો દગો દગો દગો..
જેના ખાતર બારવટુ ખેડીને પોતાનુ જીવન હોમી દિધુ હતુ એ મોટાભાઇ હરૂભાઇને સપનામા આવીને જેઠીભાઇ એ કહ્યુ તમારા માટે મોતને મીઠુ કર્યુ ને તમારાથી મારી ખાંભી પણ ન ખોડી શક્યા
ખાંભીતો કેદુડાની ખોડવી હતી પણ તમારુ સ્થાન મળવુ જોવીને થાનક હાથ નથી આવતુ જવાબ મળ્યો.
તમે ત્યા જઇને ફરજો એ ગોઝારી ભુમી પર જ્યા મારૂ મોત થયુ હતુ તમારા રૂવાડા ખડા થઈ જશે ત્યા ખાંભી ખોડજો આ વાત પરથી હરૂભાએ પાળીયો કોરાવ્યો તે લઇને લીંબડી અને બોડીયા ગામને સીમાડે પોગ્યા એક બે ગોવાળને પુછયુ પણ સાચુ ઠેકાણુ પડતુ નથી
બપોર સુધી ફર્યા એવામા એક ખેતરને શેઢે પોહચતા તેમના રૂવાડા ખડા થઈ ગયા શરીરમા ધ્રુજારી કંપન ચાલુ થઈ પોતની પત્ની ને ખાતર જીવનુ બલિદાન આપનાર વીર જેઠીભાઇ ને ખોબલો આસુડા સાર્યા ને ત્યા પાળીયો ખોડી સ્મારક ઊભુ કર્યુ
ભોગાવાને કાઠે વેરાન વગડામા લીબડી અને બોડીયાના સીમડા ભેગા મળે છે ત્યા છાલિયા તળાવ આવેલુ છે ત્યા કાઠે ખીજડાના વુક્ષો આવેલા છે અહીથી પસાર થનાર સૌને અજોડ સાહસ અને શુરાતન ને શાહદતનો ઇતિહાસ કહેતો જેઠીભાઇનો પાંચ ફુટ ઊચો પાળીયો જોવા મળે છે કાળીચૌદશના દિવસે તેમના ભાઈઓ ખાંભી જુહારવા જાય છે..
આ એજ વીરનર જેઠીભાઇ ની ખાંભી છે જે કાળની સામે ટક્કર લેતી ઊભી છે
આજ પણ ભાલ પંથકમા જેઠીભાઇ ના રાહડા ગામડે ગામડે ગવાય છે
આ વારતા જોરવરસિહ જાદવ એ લખેલ છે