નેક ટેક વિવેક ને અબદ ભરપુર, દાદામેકરણ નો જન્મ વિજયાદશમી 1723 માં થયો હતો દાદા મેકરણે ધ્રંગમાં જીવતા સમાધી લીધી ત્યારે એ જ દિવસે અને એ જ સમયે જુદા જુદા ગામોમાં દાદાની સાથે કુલ એકતાલીસ(૪૧) જણાએં સમાધી લીધેલ.ધ્રંગમાં દાદાની સાથે અગીયાર વ્યકતિ તથા લાલીયો ગધેડો અને મોતીયો કૂતરો.વીંછિંયામાં પાંચ,રાપર ખોંખરામાં બે,આડેસરમાં સાત,વીડીજપસિંધમાં પારુરાજા અને મેધાબાઇ એમ બે,તથા પરબવાવડીમાં બાર એમ મેકરણ દાદા મળી કુલ બેતાલીસ જણાએ એકજ દિવસે એકજ સમયે સમાધી લઇ આત્મત્યાગ કર્યો.

દાદા મેકરણ ભેખ લઇને ક્ચ્છ બહાર પ્રથમ યાત્રા ગિરનાર કરી છે.બીલખા તેઓએ બાર વર્ષની તપસ્યા કરેલી.શ્રી નૂરસતસાગરની જગ્યામાં ધૂણો આવેલી છે.ત્યાં લુશાળાની બાજુમાં ખોખરડા ગામમાં દાદા મેકરણનો છ મહીનાનો ધૂણો છે.તે લખમણ ઘૂણા તરીકે ઓળખાય છે.ત્યાથી દાદા મેકરણ પરબવાવડીની જ્ગ્યાં જ્યાં સિધ્ધ સરભંગ ઋષીનો જે ઘૂણો હતો તે દાદાએ ચેતન કરેલો અને છ મહીના ત્યાં રોકાણા.ત્યારબાદ ગુરૂદત અવતાર દેવીદાસજી,અન્નપુર્ણા અમરમાં અને શાદુળભગત જેવી દિવ્ય આત્માઓએ આવી ધૂણો સંભાળ્યો અને માનવસેવા કરી.આવીરીતે ગિરનારની ચારે દિશાએ તપસ્યા કર્યાબાદ દાદામેકરણ ગિરનાર પર ગુરુ ગોરખનાથનાજી ધૂણા પર છ મહિના રહે છે ત્યાં તેમને ગુરૂ દતાત્રેય અને દાતારના દર્શન થાય છે અને અક્ષય કાવડ ભેટમાં મળે છે. આ સમય દરમ્યાન સિધ્ધ જેરામભારથી, વાધનાથજી, વેલોબાવો-વેલનાથજી સાથે પણ સત્સંગ થાય છે. બિલખા ધૂણા ઉપર પ્રેમજી નામે લોહાણા સદગૃહસ્થ હતા જેની દાદા પર અપાર શ્રધ્ધા હતી.ખોખરડા ધૂણા ઉપર કાપડી રહે છે.લખમણ ધૂણા ઉપર ગોવિંદરામજી નામના સંત તથા પરબના ઘણા સંતો રહે છે.આ તમામ ધૂણા ઉપર આજ સુધી પુજન અર્ચન ચાલુ છે.દાદા મેકરણ તીર્થાટન કરી ક્ચ્છ વાગડનાં જંગી ગામે પધારી બાર વર્ષનો ધૂણો સ્થાપે છે અને ત્યાં શિષ્ય આશારાજાને જગ્યા સોંપી એ પરંપરામાં

  1. જંગી અખાડો
  2. ૧.મહંત અશારામજી ૨.પ્રેમજીરાજા ૩.રતનજીરાજા ૪.નરસંગરાજા પ.આણંદરામરાજા ૬.ખીમરાજા ૭.દેવીદાસરાજા ૮.જીવણરામરાજા ૯.દયારામરાજા ૧૦.અરજણજીરાજા ૧૧.રણછોડરાજા (વર્તમાન મહંત) તથા ધણા બધા શિષ્ય ગૃહસ્થો થયેલ જે ગુજરાતની અલગ-અલગ જગ્યાએ વસવાટ કરે છે.

  3. લોડાય અખાડો
  4. બાર વર્ષનો ધુણો છે

    ૧.ભાણજીરાજા ૨.સેવારામરાજા ૩.લખમણરાજા ૪.ગોપાલરાજા (વર્તમા મહંત)

  5. ધ્રંગ અખાડો
  6. અહીયાં દાદાએ જીવતા સમાધી લીધી

    ૧.અરજણરાજા ૨.રાયમલરાજા ૩.વિજારાજા ૪.માલારાજા ૫.માવજીરાજા ૬.ગંગારામરાજા ૭.મુળજીરાજા ૮.કુંવરજીરાજા ૯.મનજીરાજા ૧૦.કાનજીરાજા ૧૧.મુળજીરાજા (વર્તમાન મહંત) જેમની સાતમી પેઢીએ મહાન શિષ્ય પુજારી ૧૨.રણછોડરાજા જેમને ભુજની વ્રજ પાઠશાળામાં અભ્યાસ કર્યો. તેઓ સારા વક્તા અને પીંગળ શાસ્ત્ર તથા ભાષાના મર્મગ્ય હતા.તમને લખેલા ભજનો અને કાવ્યો આજે લોકમુખે ગુંજી રહ્યા છે.

  7. ભારપર અખાડો
  8. ૧.મેઘજીરાજા ૨.ક્લ્યાણજીરાજા ૩.શામજીરાજા ૪.રામજીરાજા ૫.મુરજીરાજા ૬.દેવજીરાજા (વર્તમાન મહંત) તથા શિષ્ય ભરતરાજા

  9. મોરઝર અખાડો
  10. ૧.પૂંજલરાજા ૨.મુળુરાજા ૩.સુરારાજા ૪.માંડણરાજા પ.વેલજીરાજા ૬.દિલીપરાજા (વર્તમાન મહંત)

પૂંજલરાજા એમ મહાન સંત હતા.તેમની જગ્યામાં જીવંત સમાધી લીધી.તેમના શિષ્ય મુળુરાજા અને તેમના સુરો રાજા મહાન તપ્સવી હતા. તેમને કાયમ દાદાની ગાદ ઉપરથી સવારે ક્ચ્છી ચલણની પાંચ કોરી મળતી.મોરઝર ગામ ચારણ સમાજનું ગામ છે અને બધાજ ચારણો આજે પણ જગ્યામાં સક્રીય રસ ધરાવી દાદા પર અખંડ શ્રધ્ધા ધારાવે છે.

દાદા મેકરણ જ્યારે જંગી તપસ્યા કરતા હતા ત્યારે તેમના ધર્મના બહેન જશીબાઇ જે રબારી સમાજના હતા તેમને માડીજાયો ભાઇના હોવાથી દાદા તેમના ભાઇ બનેલ. જશીબાઇ વાંઢીયા ગામે રેહતા હતા અને વાંઢીયા ગામના કાયાજી ઠાકોર વસંજ શ્રી મોડજી ત્યારે વાંઢીયાના જાગીરદાર હતાં. તેમને ત્યાં સતાન નોહતા તેથી મહારાણી સાહેબ અવારનવાર જશીબાને કેહતા કે તમે દાદા મેકરણને વાત કરો જેથી અમને આશીર્વાદ આપે અને દાદાની કૃપાથી અમને સંતાન સુઃખ મળે.જશીબાએ સમય મળતા દાદાને વાત કરી અને દાદાએ કહ્યુ ઠાકોર સાહેબ મોડજી અને મહારાણીશ્રીને મારી પાસે લેતા આવજો.ઠાકોર સાહેબ મોડજી દાદાને સારીરીતે ઓળખતા અને તેમના તરફ પુજય ભાવ ધરાવતા. એક દિવસ તેઓ રાણી સાથે દાદાના દર્શને જંગી પધારે છે.

દાદાએ તેમને આશીર્વાદ આપ્યા અને બોલ્યા “બેટા, દિકરી હું તમને આશીર્વાદ આપુ છું. મારુ નામ મેકરણનાથ છે.તમારે ત્યા બે દિકરાનું અવરણ થાશે. તેમાથી પેહલો દિકરો આવે તેનુ નામ નાથજી રાખજો જે મારૂ જ બીજુ સ્વરુપ હશે .બીજા દિકરાનો જન્મથાય તેનુ નામ દેવોજી રાખજો. સાંભળ બેટા પેહલો દિકરો નાથજી ના લગ્ન થશે અને તેમને ત્યાં નવ દિકરા થશે તેમાંથી સાત દિકરા જાગીરદાર થશે અને બે દિકરાનો વંશ નહિ ચાલે.બીજો દિકરો દેવોજી જેના ઘેર દશ દિકરા જન્મશે અને ઇચ્ચકોટીના ભક્તો હશે.”

આવીરીતે દાદાએ આશીર્વાદ આપ્યા અને તેમને ત્યાં દિકરાઓ થયા.મોટા દિકરા નાથજી ને વાંઢીયાની જાગીર મળી.અને તેના નવ દિકરાની જાગીરો-જેમાં ક્ટારીયા,લાક્ડીયા, ચિત્રોડ, સાંયા, કુંભારડી,વિજયાસર માળીયા-મીયાળા બધા જાગીરદારો બન્યા અને મહા પ્રતાપી રાજપુતો બન્યા.વિજ્યાસરમાં મહાપ્રરાક્ર્મી અને દાનવીર દાતાર શ્રી કુંભોજી અને જશોજી થયા. અંગ્રેજો જ્યારે કચ્છ આવતા હતા ત્યારે રસ્તામાંથી બે ઘેટાં માલધારી પાસેથી લીધાને વિજયાસર પાસે છાવણી નાખી. ઠાકોર સાહેબને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાના બંન્ને કુંવરોને ધેટાંની જગ્યાએ બંધાવી ધેટાં છોડી લે છે. અંગ્રેજો જ્યારે ધેટા લેવા જાય છે તો બે છોકરાઓને જુએ છે અને પુછે છે કે કોણે તમને અહિં બાંધ્યા કુંવરો જવાબ આપે છે કે ‘અમે વિજ્યાસર ઠાકોર ના પુત્રો છીએ અને અમારા પીતાએ કિધુ છે કે અમારા ગામમા અબોલ પશુની હત્યા કરવી નહિં જો આપને જમણવાર ખાવાની કરવો હોયતો અમારી હત્યા કરીને કરો એવુ અમારા પીતાશ્રી એ કીઘેલ છે.’ છોકરાના જવાબથી અંગ્રેજ ઓફીસર પીગળીં જાય છે ત્વરીત તેને મુક્ત કરી પોતાની ટોપી ઠાકરસાહેબના ચરણો માં મુકી કુંવરો ને સોંપે છે તથા એમના જીવદયા પ્રેમને બિરદાવે છે.આવા રાજપુતો કાયાંણી પરીવારમાં ખૂબ થયા છે.આજે દાદા મેકરણને ખુબ માને છે.

દેવાજી ના દશ દિકરાઓ થયા તેમને માળીયાની બાજુમાં વાધરવા નામનું ગામ વસાવ્યુ.વાધારવાનું તોરણ વાધાજી તુંવરનું બાધેલુ છે આમ વાધાજી તુંવર તે ગામ વિજ્યાસરના રામદે પૌત્રા હતાં અને વાઘાજી તુંવર દાદા મેકરણના સગામામા થાય.દાદા મેકરણના માતૃશ્રી પંબામા તુંવર વાઘાજીના સગા બેહેન થાય આ નાતે વાધાજી તુંવરે ધ્રંગમાં જીવંત સમાધી લીધેલ.

  1. વિવિધ સ્થળોએ જીવંત સમાધિઓઃ-
  2. પારબ્રહ્મરાજા અને મોંઘીબાઇ વિડીજંપ સિંધ પાકિસ્તાનમાં,સાધુ છતારામજી હથુગા સિંધ પાકિસ્તાનમાં,પુરસનરામકી જોડ સિંધ પાકિસ્તાનમાં જીવંત સમાધિ લીધેલ.

    સામંતરાજા સાથે છ જણની જીવંત સમાધિ વિંછીયા તા.ભુજ. મોમાયારાજા સાથે છ જણની જીવંત સમાધિ.તે ઉપરાંત આડેસરમાં(તા.રાપર) તેમના શિષ્ય શીલદાસજી અને તેમના શિષ્ય લખીરામની જીવંત સમાધિ.દામજીરાજા ઉમૈયા તારાપર,ગોપાલરાજા જુના ક્ટારીયા, પાંચણજીરાજા ની વિજયાસરમાં જીવતા સમાધી.બાવા પ્રેમસાહેબ સાથે પાંચ જણ માયો,મોમાયો,લીરલબાઇ અને મીણો જીવંત સમાધિ જંગીમા.મોમાય માતાજી મોમાઇમોરા ગામના વાડામાં પાંચ જીવંત સમાધિ.બુટાકાપડીની માળીયામાં.હરસુરદાદા કાપડી જે જંગી બાવા પ્રેમજીરાજા ના શિષ્ય હતા તેમની જીવતા સમાધિ ગુજરીયા તા.ભેસાણ જુનાગઢ છે.તેમને ત્યાં ધૂંણો પર ચેતન છે તેમના વંસજો કાપડી બીલખા અને જેતપુર વસે છે.

    લોડાઇ ગામે લછીરામજી તથા કુનરીયા મોરાહું રાજા કાપડી તથા મોરઝરમાં પૂજલરાજા કાપડી, તથા ધાબળામાં રાજા કાપડી તથા હંસારાજા કાપડી, કીડાણા ગામે તથા મોરઝર ગામમાં પૂંજલદાદાની સેવામાં એક હરીજમ રેહતો તેમની પણ પૂંજલદાદાની બાજુમાં સમાધિ છે.તે સિવાય ધ્રંગ મુકામે મેકરણ દાદાના મંદિરની બાજુમાં હરીજનના મારાજ ગરવા હિરાની સમાધિ આવેલ છે.તે ઉપરાંત માડવી તાલુકાના ડોણ ગામમાં આઇયું માતાજીનું મંદિર આવેલ છે તે ગામમાં બધા ભાનુશાળી કાપડી માતાજીની સેવા પુજા કરે છે.માતાજીના જાહેર પરચા છે.

    બનાસકાંઠામાં ધણી જગ્યાઓએ કાપડીની જીવંત સમાધિઓ છે. ભારપરમાં હાજલદાદા કાપડી અને મોમાયા દાતાર, રામબામાં, શામળામાં તથા બાવા મેઘજીરાજાની જીવંત સમાધિઓ છે.ક્ચ્છમા મછોયા આહિરો, સાખરા ચારણો તથા પડાણાના જાડેજાઓ,મીંદીયાળા રામાણી રબારી તથા તુણા ગામના ઝેર આહિરો તથા ક્પાયા ગામના સાગર શાખાના ચારણો આ બધા હાજલદાદાના દાની છે.તેથી આ પરીવારોએ હાજલદાદાના આશીર્વાદથી ખુબ પ્રગતી કરી છે.

    તેમની વંશ પરંપરા તથા શિષ્ય પરંપરા આજે પણ ચાલુ છે.

    મેકરણદાદા બાર વર્ષ જંગીમાં રહ્યા અને તેમણે જંગી છોડ્યુ ત્યારે શિષ્ય આશારામજીને આશ્રમનો વહિવટ સોંપેલો.તે આશારામજીના શિષ્ય પ્રેમજી રાજા સંવત ૧૭૭૧ જંગી જગ્યાની ગાદીએ આવ્યા. તેમના ચાર શિષમાં પ્રથમ પંચાણજીરાજા,બીજા લાલજીરાજા, ત્રીજા રત્નજીરાજા અને ચોથા શિષ્ય હાજલજી રાજા થયા.

  3. શ્રી મેક્ણ ફોજઃ
  4. દાદા મેકરણના જે સંગાથી હતા,તેમા પ્રેમાબા ધ્રંગના જાડેજા પરિવારના.લીરબાઇમાં લોડાઇના ડાંગર આહિર.કાથંડ સુથાર ગામ લોડાઇ,વિધા ગામ લોડાઇ ના આહિર,ખીરાજી જાડેજા બૈપાવના,પતંગશાહ દાદાના ભાઇ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો,માયાગરજી જુના અખાડા પાલીરાજસ્થાન,સુંદરભાણ રવિભાણ સંપ્રદાય રાપરના, પ્રેમજી જોશી ભુજમા સારસ્વત બ્રાહ્મણ,વાઘાજી તુંવર વિજયાસરમા દાદાના સગા મામા,મેઘાજી જાડેજા લોરીયાના, કાનજી મીસ્ત્રી નાગલપરના,લાલીયો અને મોતીયો આપ સર્વને જીનામ

    ૧૭મી સદી

    સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે
    ! કચ્છ સૌરાષ્ટ્ર ના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા !

    ।। જીયો ત ઝેર ન થિયો સક્ક થિયો મુંજા સેણ
    મરી વેંધા માડુઆ પણ સેંધા ભલેંજા થેણ।।

    કચ્છ સૌરાષ્ટ્ર સંતસભર પુણ્યભૂમિ છે. કચ્છના કાવડિયા સંત કચ્છ સૌરાષ્ટ્ર માં દાદા મેકણ તરીકે સુવિખ્યાત છે. તેઓની તપશ્વર્યા અને અનેકવિધ ઐશ્વર્યોની વાતો આજે પણ લોકોના હૈયામાં ધરબાયેલી છે. સામાન્ય રીતે સંતોનું અવતરણ લોકહિતાર્થો થતું હોય છે. મેકણ દાદા માનવ સેવાને પ્રભુ સેવા જ માનતા.

    કચ્છમાં નાની ખોંભડી ગામે તેમનો જન્મ ભાટ્ટી રાજપૂત માતા ફાયાબાઇની કુખે થયો. પિતાનું નામ હળદોરજી,માતાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું. મેકોજી લગભગ બાર વરસના થયા ત્યારે પિતાએ તેમને ગાયોને ચરાવવાનું કામ સોંપ્યું. બીજી તરફ પોતાના મકાનને રિપેર કરાવવા માટે જ્યારે મજૂરો દ્વારા ખોદકામ કરાવી રહ્યા હતા ત્યારે જમીનમાંથી વસ્તુઓ ભરેલી પોટલી નીકળી.આ પોટલીમાં તુંબડી, પતર, ચાખડી, પાવડી, ટોપી, ચુંદડીને જોઇ હળદોરજી આશ્ચર્ય પામ્યા. તેમણે આ બધી વસ્તુઓ કોઇ સંતને આપી દેવા વિચાર્યું. પરંતુ જ્યારે મેકોજીએ આ વસ્તુઓ નિહાળી ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે એવો દાવો કર્યો.

    બાલ્યાવસ્થાથી જ તેમનો વૈરાગ્યવાન સ્વભાવ હતો. બાળપણથી જ ભજન ભકિત કરવાનું તેમનું સવિશેષ અંગ હતું. તેઓએ કચ્છમાં અનેકાઅનેક ઉત્કૃષ્ટ પદોની રચના કરી છે તેઓ લખે છે કે –

    પીર પીર કુરો કર્યોતા, નાંય પીરેજી ખાણ પંજ ઈન્દ્રિયું વસ કર્યો ત પીર થીંઓ પાણ

    પીર જન્મતા નથી, પીરોની કોઇ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઇપણ માનવી પોતાની પાંચ ઈન્દ્રિયને વશમાં રાખે તો પીર કે પછી યોગી બની શકે. તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરી કચ્છના માતાના મઢના મહંત કાપડી સાધુ ગંગારામ પાસે દિક્ષા લીધી. ત્યારબાદ તેઓ સિંધમાં તથા ખાસ તો સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોમાં ઘૂમ્યા. ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા આદરી માત્ર કંદમુળ અને ઝરણાના પાણી પર દેહ નિભાવ કરતા. ગિરનારની પરિક્રમા સમયે તેમને ગુરૂ દત્તાત્રેયે એક કાવડ આપી. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપતા રહે તેવા આશીર્વાદ આપ્યા. તેમને કાવડવાળા કાપડીની ઉપમા મળી.

    સૌરાષ્ટ્રમાં બિલખા મધ્યે તપ કર્યું. ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને પાવર પટ્ટીના લોડાઇ ગામે પધાર્યા. ત્યારે તેમને સંત નિર્મલગિરિનો ભેટો થયો. આ ધ્રંગ ગામે પધાર્યા.સંત મેકણ દાદાની જીવનકાર્યની કર્મભૂમિ તે ધ્રંગ. ભુજ તાલુકાનું આ ગામ ભુજથી ૪૦ કિ.મી. ના અંતરે છે. ધ્રંગ આવતી વખતે દશનામી સંત માયાગિરિજી સ્વામી તથા માતાજી વીરબાઇનો પરિચય થયો. કચ્છના રાજવી મહારાવ દેશળજીએ દાદા મેકણનું ગુરૂપદ સ્વીકારેલું. ‘‘જીનામ-જીનામ’’નો આલેખ જગાવનાર કચ્છના કબીરનું ઉપનામ દાદાને મળેલું છે. તેઓ સાિત્વક પદાવલિ માનવતાની શીખ આપે છે –

    જીયો ત ઝેર ન થિયો સક્ક થિયો મુંજા સેણ મરી વેંધા માડુઆ પણ સેંધા ભલેંજા થેણ

    એક વખત તીર્થ યાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા. તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેંકરણથી આ કરુણતા જોવાઈ નહીં આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટયું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યાં. આમ કરવાથી ગધેડાને થોડી પીડામાં રાહત થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર ફિટકાર વરસાવવા, તિરસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું ? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે. સમર્થ દાદા મેંકરણ જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું. “પીપરમેં પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?” અર્થાત જો પીપળામાં જે પ્રાણ છે તે બાવાળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહી” આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયાં અને દાદાના ચરણે પડી ગયા. આપછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો જેનું નામ દાદાએ ‘લાલીયો’ રાખ્યું હતું સમય જતા એક કુતરો પણ દાદા સાથે રહેવા લાગ્યો તેનું નામ દાદાએ ‘મોતીયો’ રાખ્યું હતું. આમ લાલિયા તથા મોતિયાની જોડી જામી ગઈ અને આ શ્વાન અને ગધેડો દાદાની સાથે સેવાકાર્યમાં જોડાય ગયા હતાં. દાદાની ઉંમર થતા લાલીઓ પાણી, રોટલા નો ભાર વાહન કરતો અને મોતીયો ગંધ પારખવાની શક્તિ દ્વારા લાલિયાને માર્ગ નિર્દેશન કરી રણમાં અટવાયેલા, ભૂખ્યા તરસ્યા લોકોને શોધી ભોજન તથા પાણી આપતા, આમ દાદા અને તેના બે વફાદાર સાથીદારો સાથે સમગ્ર જીવન ક્ચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું. અને અબોલ પ્રાણીઓ માં પણ સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું હતું.

    મેકરણદાદાએ અનેક લોકો ને ઉપદેશ આપી જીવન ની સાચી સાર્થક્તા સમજાવી જીનામ જેવો દિવ્ય મંત્ર આપી અનેક લોકો ને જીનામ અટ્લે જીવ થી શીવ તરફ નુ પ્રયાણ કરી મોક્ષમાર્ગી બનાવ્યા.

    મેકરણ ચે જીનામે જોખો ટળે, જીનામે થીયે જય જય કાર;
    જોકો નર જીનામ કે જપ્યા, વો નર થીવ્યા ભવ પાર.

    મેકરણ ચે વના જીરાણમે, કરીયા મુજે શેણેકે શદ;
    મીટી મે મીટી મલી વઇ, મુકે હોકારો નતાદિ હદ.

    મેકરણ ચે કુરુયુ કુરુયુ કરો પ્યા કર્યો, કુરીયો મે ભર્યો પ્યો કુળ;
    મરી વેધા માળુલા, પોઠીયા મો મે પીધી ધુળ.

    મેકરણ ચે ભલો કરીધેં ભલો થીયેં, ભુછો કરીંધે ભુછો;
    પંધ અંય બોય પંધરા,મુકે ક્રરોપ્યા પુછો ?

    મેકરણ ચે જિયોં ત ઝેર મ થિયો, થીયો સક્કર જેળા શેણ;
    મરી વૈધા માડુલા, પોઠીયા રોંધા ભલે જા વેણ.

    મેકરણ ચે હલણ થીંધો હકેલો, છડાંધી ધુણી;
    હલેયાં ન કો હલધો, મથે માલ ખણી.

    મેકરણ ચે મોતી મંગયા ન દીજે, ભલે ચળે કારા કટ;
    જદે મલે હનીજા પારખુ, તદે ખોલે દીજે તાળા હટ.

    મેકરણ ચે ખારાયધલ ખટ્યા, ને મીડીધલ મોઠા;
    સરગાપુરીજી સેરીયે મે, ગંઠડીવારા ન દઠા.

    હકળા હલ્યા બ્યા હલધા, ત્રયા ભરે વઠા અઇ ભાર;
    મેકરણ ચે માળુલા પા પણ, ઓનીજી લારો લાર.

    ભગવાન માણસની અંદર જ રહેલો છે, માનવ સેવા ના આ ભગીરથ કાર્યનો તેમના પરમ શિષ્યા લીરબાઇ માતાજીયે યોગ્ય રંગ લાગ્યો.

  5. મેકરણ દાદાના શિષ્ય:

આહિર લીરબાઇ માં

leerbai maa

કચ્છ-પ્રાથરિયા આહીર સમાજના જ્ઞાતિ રિવાજ મુજબ વૈશાખ વદ-13નારોજ વર્ષમાં લગ્નની એક જ તિથી આવતી હોય આહીરોના ગામે ગામ વિવાહનો માહોલ રચાયો હતો. કચ્છના લોડાઇ ગામમાં પણ ઝાઝા લગ્નો હોય ઘેર ઘેર ગાર ગોરમટીની તૈયારી સાથે કર્ણપ્રિય લગન ગીતો ગવાતા હતા. લોડાઇના સુખી સંપન્ન રાયમલ આહીરની લાડકોડમાં ઉછરેલી દિકરી લીરલબાઇના પણ સૌની સાથે લગ્ન લેવાયા હતા. જાનના સામૈયા થઇ ગયા હતા. વરરાજાને સાસુમાએ માંડવે પોંખતા તેણે પોતાનું માંડવાની નીચે સ્થાન ગ્રહણ કર્યું હતું. માંડવે વર અને કન્યા પક્ષની બહેનો લગ્ન ગીતોની સામસામે રમઝટ બોલાવી રહી હતી.

‘કન્યા પધરાવો, સમય વર્તે સાવધાન !’ ગોર મહારાજનો પોકાર સાંભળતા જ લીરલબાઇના મામા ભાણીને માંડવે તેડી લાવવા ઉતાવળે ઓરડામાં દાખલ થયા હતા, ઓરડામાં દાખલ થતા જ સૌની આંખો લીરલબાઇને શોધવા લાગી હતી પરંતુ ઓરડામાં લીરલબાઇ દેખાતા ન હતા. ઘરમાં શોધાશોધ શરૂ થઇ હતી,ત્યાં કોઇએ આવીને લીરલબાઇને મેકરણદાદાના ધુણા તરફ જતા જોયા હોવાની ધીમેથી વાત કરી હતી.

ધાર્મીક સંસ્કારો વચ્ચે ઉછરેલી લીરલબાઇને મેકરણદાદા પર અપાર શ્રધ્ધા હતી. તેઓ મેકરણદાદાના આશ્રમમાં પોતાના મા-બાપ સાથે બચપનથી આવતા હતા, એટલે સૌ સમજયા કે લીરલબાઇ લગ્ન પહેલા આશીર્વાદ લેવા મેકરણદાદાના ધુણે પહોંચી ગયા લાગે છે. લગ્નનું મુહુર્ત વિતતું જોઇ રાયમલ આહીરે પોતાના દિકરાને દિકરીને તરત લેવા મોકલ્યો હતો.. દિકરાને આવતા મોડું થતા બીજા સગા વહાલાઓ પણ લીરલબાઇને તેડવા દોડ્યા હતા. વેવાઇ વેલા લગ્નના ચોઘડીયા વિતતાહોય ઉતાવળ કરી રહ્યા હતા. મધુર લગ્ન ગીતોની જગ્યાએ માંડવે કાનાફુસી શરૂ થઇ ગઇ હતી. રાયમલ આહીર મુંઝાતા તે જાતે મેકરણદાદાના આશ્રમે પહોંચ્યા હતા.

રાયમલ આહીર આશ્રમે આવીને જુએ છે તો પોતાની વહાલસોય દિકરી સોળે શણગાર ત્યજીને લીરલબાઇ બે હાથ જોડી અશ્રુભરી આંખે પોતાનો શિષ્યા તરીકે સ્વીકાર કરવા મેકરણદાદાને વિનવી રહ્યા હતા. મેકરણદાદાએ સંન્યાસી જીવનની મુશ્કેલીઓ, કઠોર સાધના અને ભિક્ષાવૃત્તિ સાથે જીવન જીવવાનાલીરલબાઇને ભય સ્થાન બતાવ્યા હતા. પણ આ તો આહીર કન્યા હતી એ પારોઠ નાપગલા કેમ ભરે ? લીરલબાઇના દ્રઢ નિર્ધાર સામે રાયમલ આહીર અને સૌ સગા સબંધીઓએ નમતું જોખી લગ્નના શૃંગારની જગ્યાએ તેમને ભગવો ભેખ ધરવાની મંજુરી આપી હતી.

લગ્નના દિવસે સંસારનો ત્યાગ કરી સંન્યાસીનીનો ભેખ ધરનાર લીરલબાઇએ બીજા દિવસે મેકરણદાદાની કાવડ ખંભે નાખી ગરીબ-ગુરબા અને ભુખ્યા માટે ચાલતા સદાવ્રતમાં મદદરૂપ થવા ગઇકાલ સુધી ગરીબોને ભિક્ષા આપનારઆજ પોતે ભિક્ષાવૃત્તિ માટે નીકળીપડ્યા હતા. મેકરણદાદાના આશ્રમના સેવા કાર્યોની જવાબદારી માથે લેવા સાથે લીરલમા ઈશ્વર ભજનમાં લીન રહેતા હોય તેમની ભક્તિની સુવાસ ચારેબાજુ ફેલાય હતી. લીરલમાના સદાવ્રતની વાત સાંભળી એક વખત હિંગળાજમાતાની યાત્રાએ નીકળેલા સાતસો સાધુઓની જમાતે લીરલમાના પારખા લેવા મેકરણદાદાના ધુણાએ અર્ધીરાતે આવી ધોળીદાળ અને કાળીરોટીની રસોઇમાંગતા જોગમાયા સ્વરૂપ લીરલમાએ થોડા સમયમાં જ ભોજન તૈયાર કરી સૌના આશ્વર્ય વચ્ચે સાતસો સાધુઓને એક જ પંગતમાં બેસાડી માલપુઆ અને ખીરની રસોઇ ભરપેટ જમાડી ચમત્કાર સર્જ્યો હતો.

લીરલમાએ આહીરોને સામા મળ્યે ‘રામ રામ’ બોલવાના રીવાજ સાથે ગામોગામ ઠાકર મંદિર, ચોરો અને પીયાવા બાંધવાની હાકલ કરતા લોડાઇમાં જીવંત દેવી તરીકે પુજાતા મા જગદંબા સ્વરૂપ લીરલમાના આદેશને માન આપતા કચ્છના આહીરોએ પોતાના ગામે ગામ ઠાકર મંદિર, ચોરો ને પીયાવા બંધાવી સંગઠીત થયા હતા. મેકરણદાદાએ વિક્રમ સંવત 1786 (ઈ.સ. 1729)માં ધ્રંગમાં પોતાના બાર શિષ્યો સાથે જીવતા સમાધિ લીધેલ હતી તેમાં મહાન ગુરૂ ભકત લીરલમા પણ સામેલ હતા.

દાદા મેકરણે કુલ ચાર જગ્યાએ ધુણા ધખાવ્યા હતા,,,,,

તેઓ એક જગ્યાએ બાર વરસ સુધી રહેતા,,,બારમુઁ વરસ પુરુ થાય એટ્લે,,ત્યાઁથી જીનામ કહીને ઉભા થઈ જતા.

એમનો પહેલો ધુણો સૌરાષ્ટ્રના જુનાગઢ પાસે શરભંગ ઋષી નો આશ્રમ પરબ વાવડીમા જે પાછળથી સત દેવીદાસ બાપુયે ફરી ચેત્વયો.

બિજો ધુણો ભચાઉ તાલુકાના જઁગી ગામે,

ત્રીજો ધુણો લોડાઈ ગામે,

તથા ચોથો ધુણો ધ્રઁગ ગામે,,,જ્યાઁ દાદાની સમાધિ આવેલિ છે.

ન જાણું રાગ ન રાગણી, ઈ તો રઢજાં રડાં;
હકડૉ રીજાવું નાથ કેબ્યાને પેદારસેં હણાં.

રાગ અને રાગિણીઓ હું નથી જાણતો, ગાનાર તો ઘેટાંની જેમ ભલે ભાંભરડા દેતાં, મારે કાંઈ મનુષ્યોને રીઝવવાં નથી, હું તો ફક્ત એક ઈશ્વરને રીઝવવા ચાહું છું. બીજાને તો હું જોડે જોડે મારું.

જે નર રામ ન ભુજિયા સે સરજ્યા ઢગા;
ખેડી ખેડી આપિ ડઈ રિયા અખિયું કઢીતા કગા.

રામને જેઓએ નથી ભજ્યા, તેઓ બળદનો અવતાર પામે છે. ખેતરો ખેડી ખેડીને જ્યારે મરણશરણ થાય છે ત્યારે તેમની આંખો કાગડા ઠોલતા હોય છે.

ગૂઢારથ જ્યું ગાલિયું વધી વડ થઈયું,
તાણે કે ન પૂછિયું, મું પણ ન ચઈયું.

જીવનના નિગૂઢાર્થોની વાતો મારા હ્રદયમાં વધી વધીને વડ જેવડી મોટી થઈ ગઈ. પણ ન કોઈએ મને એ સાચી સમસ્યાઓ પૂછી કે ન મેં વગરપૂછ્યે કોઈને કહી.

ગાલડિયું ગૂઢેરથ જ્યું, વધી વધી વડ થયું,
અંગે માડુએ ન પૂછ્યું, દલજી દલને રિયું.

ગૂઢાર્થોની વાતો મારા હ્રદયમાં વધી વધીને મોટા વડ જેવડી બની ગઈ પણ મને કોઈ સારા માણસે એ ન પૂછી એટલે એ દિલમાં જ રહી ગઈ.

વડા ધણીજી વિનતિયું જાગી કોન કિયું;
વણ કમાણીએ મોજું માગે, (ભડવે કે) લાજું કો ન થિયું

મહાન ધણી ઈશ્વરની પાસે પોતાની માગણીઓ મૂકતા નાલાયકોને લાજ પણ ન આવી. મહેનતની કમાણી કર્યા વગર મોજમજા માંગી !

જાં વિંઝાં જરાણમેં, તે ભાવરે માથે ભાર;
ખિલી કેં ન ખીંકારેઓ કૈં ન કેઓ સતકાર

હું કબ્રસ્તાનમાં ગયો ત્યાં તો મારા ભાઈઓ માટીના ભાર તળે ચંપાયેલા હતા. ન તો કોઈએ મને હસીને બોલાવ્યો કે ન મારો સત્કાર કર્યો.

જાં વિંઝાં જીરાણમેં, ત કોરો ઘડો મસાણ,
જડેં તડેં માડુઆ ! ઈ પણ થિંદી પાણ.

હું સ્મશાનમાં ગયો, ત્યાં કોરો ઘડો ચિતા પર પડ્યો હતો, અરે માનવો, જતે દિવસે આપણી પણ એ જ પળ આવી પહોંચશે.

ખારાઈંધલ ખટેઆ; મેડીયલ મુઠા;
સરધાપુરજી સેરીએ, મું ડીંઘલ ડિકા.

ખાટી ગયા તો ખવરાવનારા, ધનને એકઠું કરનારાને તો સાથે માત્ર મૂઢો જ આવ્યો. સ્વર્ગભુવનની શેરીએ તો દાતાજનોને જ દીઠા છે.

જિની જુવાણી જારવઈ મોડે રખેઓ મન,
સરધાપુરજી સેરીએ કલ્લોલું તા કન.

જેમણે જુવાની જાળવી, અને મનને દાબીને જેમણે અંકુશમાં રાખ્યું, તેઓ જ સ્વર્ગપુરની શેરીએ કલ્લોલ કરી રહ્યાં છે.

પીપરમેં પણ પાણ નાય બાવરમેં બ્યો;
નિયમેં ઊ નારાણ પોય કંઢેમેં ક્યો ?

પીપળામાં પણ પોતે જ ઈશ્વર છે, તો બાવળમાં પણ બીજો નથી, લીમડામાં પણ એ જ નારાયણ છે ત્યારે ખીજડામાં વળી બીજો કયો હોય?