વાગડ વિસ્તારમાં ક્ષત્રિય રાજપુત સમાજના 24 ગામ આવેલા છે અને તે 24 ગામમાં વસવાટ કરતા ક્ષત્રિય રાજપુતોનો ઇતિહાસ જ્યાં જોડાયેલો છે તે રેલડી
જેને ભૂચર મોરી કે ઝારાના યુદ્ધ સાથે સરખાવી શકાય તેવું ભીષણ યુદ્ધ થયેલું અને રાજપૂતો એ પોતાના પ્રાણના બલિદાનો આપ્યા તે વિશે વિસ્તાર પૂર્વક જાણીએ અને તેના અતીતમાં જઈએ
વિક્રમ સંવત ૪૩૫ માં ઉજૈનના કુંવર શ્રી વરણુજી પરમાર વાગડ આવે છે અને દેવલઆઇની ગાયો માટે વાગડમાં કામ આવ્યા તેમની પાછળ તેમના ભાઈ વરણાતજી અને બેન લીલાબા કામ આવ્યા
વરણુજી પરમારના મોટાં ભાઈ પુજાજી ની તેરમી પેઢીએ જગદેવજી પરમાર પાટણ મુકામે સિદ્ધરાજ જયસિંહના રાજમાં આવીને રહ્યાં દિયોદર પટાના સાત ગામની જાગીર મેળવેલ
વિક્રમ સવંત ૧૧૨૭ માં જગદેવજીના નાગપાલજીના કુંવર સાંગાજી સાથે ભાઈઓમાં વિવાદ થતાં સાંગાજી સાથે તેમના કુંવર રતનસંગજી, લખધીરજી, મુજોજીઅને ભાખરાજી થરપારકર માં પીલુળી ગામે વિક્રમ સવંત ૧૨૦૬ માં વસ્યા હતા.
વિક્રમ સવંત ૧૨૧૫ માં થરપારકરમાં દુષ્કાળ પડતા પોતાના દંગા લઇ નીકળતી વખતે કાત્રોડી ના નદીના પાધરમાં ઉતારો કર્યો
આ વિસ્તાર ની હદ વિશળદેવજી વાઘેલા ની હતી મુજોજી તથા લઘધિરસિંહ એ વિશળદેવઆગળ રજૂઆત કરેલ મુજાજી ના નામ ઉપરથી મુળી વસાવ્યું
એક માન્યતા પ્રમાણે મુળી ગામ નું નામ એક રબારી ની દીકરી મૂળીબેન પરથી પડ્યું જેને લખધીરજી બેન માનતા
સમય જતાં મૂળી રાજ તિલક માટે વિવાદ થતાં વિશળદેવજી એ સમાધાન કરાવ્યું અને ભાખરાજીના કુંવર લાલાજીના ભાગે રેલડી, વેણુંજીના ભાગે વેણુસરી, અને વેલાજીના ભાગે વીડી એમ ત્રણ ગામની વહેચણી કરી હતી અને લાલાજી પરમારના કુંવર કાનાજી પરમાર અને તેમના કુંવર હરોજી પરમાર થયા
હરોજી મહાપરાક્રમી અને દાતાર હતા તેમને ત્યાં હમેશા સદાવ્રત ચાલતું દરરોજ અઢી શેર અફીણ કહુંબો વપરાતો તેમની સાથે હંમેશા સવાસો સામંતો રહેતા
૧૦૦ સૈનિકો ઉપર એક ભારી પડે એને શુરો કેહતા અને ૧૦૦ શુરા ઉપર એકલો ભારી પડે એને સામંત કેહતા
યુદ્ધ થવાનું કારણ
આવાં સવાસો સામંતો હરોજી પરમાર ની સાથે હમેશા રહેતા!
વિક્રમ સવંત ૧૪૧૫ ની વાત એ સમયે દિલ્લીમાં તુઘલક વંશના ફિરોઝશાહ તુઘલકનું દિલ્લીમાં શાસન હતું
એ સમયે ફિરોજશાહે નવરોઝાનો ધારો કાઢેલ કોઈ દીકરીના લગન થાય તો સાસરે જતા પહેલાં નવ દિવસ દિલ્લીના જનાનખાનામાં રહેવું પડે એ વખતે (થરપારકર એટલે હાલનું પાકિસ્તાન ) થરપારકરના સાહેબા ઠકરાઈ ની દીકરી સોનલબા ના લગન હળવદ ઝાલા સાથે થયેલ
આણુ મૂકવાની તૈયારી હતી એ સમયે દિલ્લીના બાદશાહએ સાહેબા ઠકરાઈ ને કિધુ કે કા તો તમારી દીકરીને અમારી સાથે દિલ્લી મોકલો નહીંતર યુદ્ધ કરો ત્યારે યુદ્ધ સ્વીકારવાનું નકકી કર્યું
પણ દીકરી સોનલબા એ પિતાજીને કિધુ કે જૉ યુદ્ધ કરશો તો તમે નાની એવી ચોવીસી ના ધણી છો અને આવડી મોટી ફોજની સામે કેટલા દિવસ ટકી શકશો સર્વ વિનાશ થશે જોગમાયા લાજ રાખશે તો ઠીક નહિતર જોહર કરવાનો પણ મોકો નહિ મળે અને અને આ યવનો સ્ત્રી ઉપર અત્યાચાર કરશે એની કોઈ સીમા નહિ હોય
આ બધુ થાય તેના કરતા હુ વેલડામાં બેસી જાઉં છું મને માતાજી જોગમાયા ઉપર ભરોસો છે કે કોક રાજપૂત મારૂ રક્ષણ કરવા વાળો મળી જાશે
નહીંતર હું અમદાવાદના ગેટમાં પ્રવેશ કર્યાં પહેલાં મારા હાથની જે અંગૂઠી છે તેમાં ઝેરી હીરો છે એ ચૂસીને મરી જઈશ પણ દિલ્લીના ઝનાનખાનામાં નવરોઝા હું નહી રહું. ( વેલડું પહેલાં અમદાવાદ જવાનું હતુ અને ત્યાંથી જહાજ માર્ગે દિલ્લી જવાનું હતુ)
થરપારકર થી વેલડું ચાલતું ચાલતું વાગડ આવ્યુ ત્યાં રેલડીના પાધર માં રાતવાસો માટે રોકાણા રાત્રે સોનલબા રુદન કરે છે
આ રોવાનો અવાજ છે એ હરોજી પરમારના કાને સંભળાયો હરોજી પરમારે ઘોડા ઉપર પલાણ કરી જે બાજુથી રોવાનો અવાજ આવતો હતો તે બાજુ ઘોડી હંકારી હરોજી પરમાર ને આમ અચાનક રાત્રે એકલા જતા જોઇ બીજા 10/12 સામંતો તેમની સાથે ચાલ્યા ત્યાં જઇ જોવે ત્યાં દિલ્લી બાદશાહના માણસો છે અને થરપારકર થી દિલ્લી જાય છે અને અહી રાતવાસો કરવા રોકાણા છે
પૂછ્યું કે રોતું તુ કોણ ત્યારે વેલડામાથી અવાજ આવ્યો કે હું રડું છું હરોજી પૂછે છે કે રડવાનું કારણ? ત્યારે ત્યારે સોનલબા બધી હકીકત જણાવે છે સોનલબા બોલે છે કે મને રુંગું એટલા માટે નથી આવતું કે મને દિલ્હી નવરોઝા માંટે લઇ જાય છે પણ આવડા મલકમાં થરપારકર થી અહી સુધી મને આશરો આપે રક્ષણ આપે એવો કોઈ રાજપૂત નથી મને લાગે છે કે રાજપુતાઈ હેમાળો ગળી ગયો હોય એવું લાગે છે
ત્યારે હરોજી પરમાર બોલે છે કે અમે રાજપુતો બેઠા હોઈએ અને કોઈ હિંદુની દીકરીને બાદશાહના જનાનખાનામાં નવરોઝા માંટે જાવુ પડે તો તો ધૂળ પડી જીવતરમાં
બાદશાહ ના સૈનિકો ને કહે છે કે આ સોનલબા હવે મારી દીકરી છે જીવ વાલો હોય તો આ દીકરીને અમને સોંપી હાલતા થાઓ નહીંતર એક પણ જીવતો પાછો નઈ જાઓ
અને ત્યારે ધિગાણું થાય છે અને બાદશાહ ના ૧૦૦ જેટલા સૈનિકોને મારી અને ૬/૭ જીવતા બચે છે એ મોઢામાં ઘાસનું તરણું લઇ માફી માંગે છે અમે તમારી ગાય છિયે અમને જીવતા જવા દયો અમે તો બાદશાહના નોકર છીએ અમારા બાળ બચ્ચા ખાતર જવા દયો પણ જયારે દુશ્મન ભાગે તો પાછળ થી તેના ઉપર ઘા નથી કરતા આતો ઘાસના તરણાં મોઢામાં લઈને માફી માંગે છે એટલે એમને જીવતા છોડી મૂકે છે અને સોનલબા ને આશરો આપે છે.
રેલડી નું યુદ્ધ
જીવતા બચ્યા એ સૈનિકોએ દિલ્લી જઇ બાદશાહ ને ફરિયાદ કરી કે સોનલબાને રેલડીના રાજા હરોજી પરમારે આશરો આપ્યો છે આપણા બધા સૈનિકોને મારી નાખ્યાં છે અમે જીવ બચાવી માંડ ભાગી આવ્યા છીએ ત્યારે ફિરોજશાહ બાદશાહ હરોજી પરમાર ઉપર ચડાઈ કરવાં ચાર હજાર( ૪૦૦૦ )ની ફોજ મોકલી ફોજ જયારે રેલડીના પાધરમાં આવી ત્યારે હરોજી પરમાર પોતાના ભેગાં જે સામંતો હતાં એમને સાથે લઈ ધીંગાણે ચડ્યા એ યુધ્ધમાં રામાજી ડોડીયા ૩૨ ઘોડેઅશ્વારો સાથે , દેવાજી ગોહિલ ૪૦ ઘોડેઅશ્વારો સાથે, હોથીજી ખેર ૩૫ ઘોડેઅશ્વારો સાથે, સુરાજી જાદવ ૩૦ ઘોડેઅશ્વારો સાથે, સામતસિંહ મોરી ૨૧ ઘોડેઅશ્વારો સાથે, રૂડોજી પઢીયાર ૩૩ ઘોડેઅશ્વારો સાથે, કનોજી રાઠોડ ૨૫ ઘોડેઅશ્વારો સાથે , રામાજી મકવાણા અને મેરામણજી મકવાણા ૩૬ ઘોડેઅશ્વારો સાથે અને ૬૦ ઘોડેઅશ્વારે પરમારો એમ ૩૧૨ ઘોડેઅશ્વારો અને બીજા પાયદળ સૈનિકો સાથે ધિગાણે ચડ્યા અને ઘમશાણ યુધ્ધ જામ્યું આ બાજુ ગણ્યા ગાંઠ્યા રાજપુતો અને ઓ બાપૂ હજારોની સંખ્યામાં મોગલો હતાં
પણ રાજપૂતોને બાકાજીક બોલાવી" હર હર મહાદેવ" "જય ભવાની"ના નારા થી રણ મેદાન ગાજી ઉઠયું દિલ્લીના બાદશાહના હજારેક સૈનિકોને માર્યા ત્યારે રાજપૂતોનું ભયંકર સ્વરૂપ અને પોતાની સેનાને મરતા જોઇ બાદશાહનો સેનાપતિ ડરી ગયો અને પીછેહટ કરી અને પાછી ૩૦૦૦ ની ફોજ મંગાવી અને બમણી ફોજ કરી
અચાનક હુમલો કર્યો અને પાછું ભયંકર યુદ્ધ જામ્યુ આ યુદ્ધમાં રાજપૂતો એ પોતાનું પરાક્રમ દેખાડ્યું હરોજી પરમારને પાછળ થી વાર કરી મસ્તક કાપી નાખ્યું પણ ધડ લડ્યું અને ધડ રેલડીથી સાત કિલોમીટર દૂર હાલનું કાનમેર છે.તેની સીમમાં પડ્યું
આ યુધ્ધમાં ૨૭૦ રાજપુતો શહિદ થયા અને ૨૮૦૦ મુગલ સૈનિકો માર્યા ગયાં બીજા સૈનિકો ઘાયલ થયા એ જીવ બચાવી ભાગ્યા અને રાજપૂતોની જીત થઇ આ બાજુ સોનલબા ને થયું કે મને રક્ષણ આપવા આટલા બધા રાજપુતો શહિદ થયા હવે મારે જીવાય નહિ સોનલબા હરોજી પરમારને બાપ માની તેમની પાછળ સતી થયાં હરોજી પરમાર અને સોનલબાનો પાળિયો અત્યારે કાનમેરની સીમમાં છે.
ગુજરાતનો સુબો મુજફરશાહ પહેલો જયારે અમદાવાદની ગાદી ઉપર હતો ત્યારે હરાજી પરમાર વખતે થયેલ હારનું મન દુઃખ રાખી દિલ્લીનો સેનાપતિ ફીરોજખાન દિલ્લીથી ફોજ લઇ ગામ રેલડી ઉપર આવ્યો ત્યારે મુજફરશાહ પહેલાંની ફોજ અને દિલ્લીની ફોજ બંને મળીને ચડાઈ કરી ત્યારે રેલડીની ગાદી ઉપર વિક્રમ સવંત 1465 મા સાંગોજી પરમાર હતા
સાંગોજી પરમાર જે હરાજી પરમારની પાચમી પેઢીયે થાય રેલડી ,વેણુસરી, વીડી અને આજુબાજુના બીજા રાજપૂતોએ મળીને સામનો કર્યો ભયંકર યુધ્ધ થયું આ યુધ્ધમાં રાજપુતો ની વીરતા અને પરાક્રમ જોઇ બાદશાહની સેનાની પીછે હઠ કરવી પડી અને રાજપૂતોની જીતથઇ આ યુધ્ધમાં સાંગોજી પરમાર કામ આવ્યા તેમનો પાળિયો હાલનું જે માનગઢ છે તેની બાજુમાં સાંગાસર તળાવની પાળ ઉપર છે
અને સાંગાસર તળાવ પણ સાંગજી પરમાર પાછળ ખોદાવ્યું અને તે તળાવનું નામ સાંગાસર તળાવ છે.
રેલડી નું ત્રીજું યુદ્ધ
રેલડી ઉપર ત્રીજી વખત યુદ્ધ વિક્રમ સવંત 1598 માં હેમાજી પરમાર રેલડી ઉપર ગામ ધણી ત્યારે ગુજરાતનો સુબો નાસરુદ્દીન મહંમદશાહ ત્રીજા એ ચડાઇ કરી અને અને સંદેશો મોકલ્યો કે મોલેસલામ સ્વીકાર કરો નહીંતર યુદ્ધ કરો રાજપુતો એ યુદ્ધ સ્વીકાર કર્યુઁ અને ઘમસાણ યુદ્ધ થયું આ યુઘ્ધ દોઢ મહિનો ચાલ્યું એટલો બધો નર સંહાર થયો કે 10/12 વરહ થી ઊપર ના યુવાનો પણ પણ ધિગાણે ચડ્યા પાશેર પાણો (250ગ્રામ)તણાય એટલુ લોઈ વહ્યું ધરતી નો કલર લાલ ઘૂમ થઇ ગયો.જયારે રાજપુતોના માંથા વગર ના ધડ લડતા જોઇ મુસ્લિમો હાર માની ભાગ્યા પણ સર્વ વ્યાપી નરસંહાર થઇ ગયો 10/12 વરહ થી મોટી ઉંમરનો કોઇ રાજપૂત બચો જીવિત રહ્યો નઈ રાજપૂતાણી ઓ એ જોહર કર્યાં કોઇ પોતાના પતિની પાછળ, કોઇ પોતાના ભાઈની પાછળ, કોઇ પોતાના દિકરાની પાછળ સતીયું થઇ ફક્ત બે જીવી સ્ત્રીઓ જેને પોતના પેટ માં બાળક હતું અને જેને ઘોળીએ બાળક હતું આવિ બે પ્રકાર ની રાજપૂતાણીઓ અને બાળકો જીવિત રહ્યા
આ યુઘ્ધ માં પરમારો, ડોડીયા, ગોહિલ , જાદવ, રાઠોડ, મકવાણા એમ 2500 રાજપુતો કામ આવ્યા અને બાદશાહ ના 28000 સૈનિકો માર્યા ગયાપણ બાદશાહ ને થયું કે આવા પરાક્રમી રાજપૂતોના બાળબચા જીવિત રહેશે તો આ મુલ્ક ઊપર કબ્જો કરવો મુશ્કિલ છે અને પાછી ફોજ મોકલી ત્યારે ત્યાં કોઇ હતું નઈ ત્યારે ગામ રેલડી, વીળી, અને વેણુસરી આ ત્રણ ગામ નો ઘડથારો ભાંગી નાખ્યો કુવાઓ પૂરી નાખ્યાં આ ત્રણે ગામનો પરમારો અને બીજા રાજપુતો અપૈયો લઇને ગામ ટગે વસ્યા ટગેથી વિક્રમ સવંત 1638 માં અડધા ઉછાળા કાળસ વસ્યા (હાલનું કારૂડા) બીજા ગેડી વસ્યા ત્યાંથી બીજા હમીરપર વસ્યા અને અત્યારે વાગડ અને પ્રાવથર ના 24 ગામમાં આ રાજપૂતોના વંશજો વસવાટ કરે છે.અને રેલડી ગામનું અનાજ આજે પણ રાજપુતો ખાતા નથી.