સવારનો પહોર છે ગેડીના રાજા રાણાજી વાઘેલા ની ડેલીએ આજ ડાયરો જામ્યો છે ચારણોના દુહા ની રમજટ બોલે છે કહુબા લેવાય છે એ ટાણે કોઇએ આવીને સમાચાર દીધા કે સારંગજી ડોડીયા પધાર્યા છે સમાચાર સાંભળતા રાણાજી વાઘેલા ને મોજના દોરા ફૂટે છે મારો ભાઈબંધ આવ્યો, મારો ભેરુ આવ્યો, મારો વાલીડો આવ્યો બંને ભાઈ બંધ એકબીજાને બથભરી મળે છે. કહૂબા લે છે. આજની રાત વાદ કરી રોકે છે સવાર પડે છે સારંગજી ડોડીયા નો નિયમ છે પ્રભાતે સૂરજ દાદા ને પ્રણામ કરે છે
"ભલે ઉગા ભાણ ભાણ તિહારા લઉં ભામણા જીયણ મરણ લગ માણ અમારી રાખજે કશ્યપ રાહુ "
બીજે દિવસે ડાયરો ભરાણો બંને ભાઈ બંધ સુખ દુઃખ ની વાતો કરે છે શિરામણ થાય છે પછી સારંગજી ડોડીયા જવાની રજા લે છે પણ રાણાજી વાઘેલા જવા નથી દેતા 15 દી રોકે છે 15દી પછી સારંગજી ડોડીયા જવાની રજા લે છે
આજ પણ રાણાજી વાઘેલા નથી જવા દેતા ઘણો વાદ કર્યા પછી રાણાજી વાઘેલા બોલ્યા કે એક કામ કરો આજ મારા દરબાર ગઢ માં જમવા હાલો ( એ સમયે મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા ડેલીએ થતી દરબારગઢ રાજા ના નિવાસ સ્થાન સૂધી ના જવાતું ) સારંગજી ડોડીયા બોલ્યા કે મને ડેલીએ વઘારે ફાવે આપણે ડેલીએ સાથે જમિયે પણ રાણાજી વાઘેલા માન્યા નહિ અને દરબાર ગઢ માં જમવા લઇ ગયાં બંને ભાઈ બંધ જમવા બેઠા રાણાજી વાઘેલા બોલ્યાં કે ડોડીયા હલાવો પણ જ્યા સૂધી ઘરધણી કોળિયો ના ભરે ત્યાં સૂધી મેમાંન જમવાનું ચાલુ કરે નઈ રાણાજી વાધેલાએ ચાલુ કર્યુ
પણ રાણાજી વાઘેલા એ કોળિયો ભરતા પહેલા બે ચપટી ધૂળ થાળી માં નાખી અને કોળિયો ભર્યો અને આ દ્રશ્ય સારંગજી ડોડીયા એ જોયું ત્યા રાણાજી નો હાથ પકડી લીધો અને કીધું કે વાઘેલા આમ ધાન માં ધૂળ નાખી ખાવાનું કારણ આનાથી મોટું કોઈ દુઃખ ના હોઈ શકે માણસ ધાન માં થી ધૂળ કાઢીને ખાય પણ તમે ધૂળ નાખી ને ખાઓ છો મારાથી કઇ ભૂલ થઈ કે આનું કારણ બતાવો રાણાજી વાઘેલા બોલ્યા કે ડોડીયા પૂછવાનું રેવા દયો મારુ દુઃખ છે મારી પાસે જ રેવા દયો પણ સારંગજી માને એમ ન હતાં એ બોલ્યા કે જ્યાં સુધી કારણ ના બતાવો ત્યા સુધી ગેડી નું અન-જળ હરામ છે
પછી રાણાજી બોલ્યા કે મારે વાવ ના રાજા સાંજોજી ચવાણ સાથે મારાં બાપ નું વેર છે જ્યાં સુધી એનુ માથું ઉતારી ગેડી માં ના લાવું ત્યા સુધી ધાન માં ધૂળ નાખી ને ખાઉં છું વૃદ્ધા અવસ્થા ના કારણે વેર લઇ નથી શકતો કે નથી કોઈને કઈ શક્તો પણ આટલું સાંભળતાતો સારંગજી ના "અંગ રુવા અવળા થીયા અને વ્યાપી જ્વાળા વ્યોમ" બોલ્યા કે બસ આટલી જ વાત કાલનો સૂરજ ઊગે એ પહેલાં વાવ ના રાજા નું મસ્તક તમારાં હાથ માં દઉં બોલી ને નીકળી ગયા ત્યાંથી ગેડી નો એક કોળી નો જીવાન કાળુભાઇ ભેગો હાલવા તૈયાર થયો સારંગજી ડોડીયાએ ના પાડી કે હુ એકલો જાઉં છું તું રેવાદે એટલું કહી પોતે નીકળી ગયા વાવ પોત્યા ત્યાં જઇ જોયું તો કાળું અને તેની સાથે મોતી કૂતરો પણ આવ્યો છે અને સરંગજી ની સાથે વાવ પહોંચી આવ્યા છે
રાતે વાવ પોગ્યા છે મહેલના ઝરૂખા ની બારે કાળું ને કીધું કે બેટા તું ઘોળા ને પકડી ને રાખજે હુ હમણાં આવું છુ રાજ ના ચોકિયાતો ,દ્વારપાળ હતા એમને મારી રાજાના ઓરડામાં પ્રવેશ કર્યોં રાજા સૂતો છે રાજપૂતનો દીકરો સૂતેલા ઉપર ઘા ના કરાય જગાડ્યો પડકાર કર્યો ને બોલ્યા કે થાજે માંટી રાણાજી વાઘેલા નું વેર વાળવા ગેડી થી આવ્યો છુ સામ સામી તલવારો ની બાકાજીક બોલી પણ સારંગજી ડોડીયા સામે સાંજોજી ચવાણ ઘણી વાર ટકી શક્યો નહીં તલવાર ના એક જાટકે માથું ધડથી અલગ કરી નાખ્યું મસ્તક લઇ સારંગજી ડોડીયા ઘોળા પાસે આવ્યાં ઘોળાના પાવરામાં માથું રાખ્યું ઘોળા ની લગામ પકડી કાળું ઊભો તો એ બોલ્યો બાપૂ ગેડીનું પાધર દૂર છે સવારે સૂરજ ઊગે એ પહેલા તમારે પહોંચવાનું છે તમે મારતે ઘોળે નીકળો મારી ઉપાદી ના કરતા હું પહોંચી આવીશ સારંગજી ઘોળો લઇ નિકળી ગયાં પણ અડધી રાત થઈ ગઈ છે ગેડી નું પાધર હજી ઘણું દૂર છે સૂરજ ઊગે એ પહેલા ગેડી પહોંચવાનું છે
ઘોળા ની કેહવાળી ઉપર હાથ ફેરવી બોલ્યા કે જૉ તને નાનપણ થી મારા પેટ ના દીકરા જેમ ઉછેરયો હોય મારી ચાકરી માં કાઈ ખામી ના રહી હોય તો આજ સૂરજ ઊગે એ પહેલા ગેડી ના ઝાડવા દેખાળ પાછળ વાવ ની ફોજછે જો સવાર પહેલા ગેડી નહિ પહોંચું તો મારુ વચન ખાલી જસે પણ ઘોળો અસવાર ની વાત સમજી ગયો હોય એમ પવનની વેગે દોડવા મમાંડ્યો કાળું ને થયું કે આજ મારે દાદા ભેગા ગેડી પોતવું છે વાહે રહિ ગયો ને દાદા ને કંઈ થયું તો જગતમાં મેણું રઈ જાશે મોત આવે તો ભલે આવે પણ આજ દાદા ભેગા મારે પોચવું છે . ઘોળા ભેગા મોતી કૂતરો અને કાળું પણ દોડ્યા આવે છે
સવાર પડે એ પહેલા ગેડી ના ઝાડવા દેખાણા ગેડી ના પાધરમાં પોત્યા ત્યાં સૂરજનારણે કોરણું કાઢી સારંગજી ડોડીયા એ ઘોળો ઊભી રાખી સૂરજ દાદા ને પ્રણામ કર્યા ઘોળા ઉપર હાથ ફેરવી બોલ્યા કે ધન્ય રોઝા મારૂ વચન રાખ્યું આખી રાત પણ ટુંકી પડે એ પલ્લો તે અડધી રાત માં કાપ્યો ઘોળી થી. નીચે ઉતર્યા ત્યાં ઘોળા છૂટી ગયો ઘોળાએ પોતાનાં પ્રાણ કાઢી નાખ્યા પાછળ નજર કરે ત્યાં કાળું ઊભો છે એને પણ શ્વાસ ચડ્યો છે
બાજુમાં મોતી કૂતરો પણ પોતી આવ્યો છે એની પણ જીભ નિકળી ગઇ છે બંને જણા હાંફી ગયા છે દાદા બોલ્યા કાળું ધન્ય છે તારી જનેતાને ઘોળી ભેગો પોત્યો કે હા દાદા મોતિ ઉપર હાથ ફેરવયો ત્યાં કાળું અને મોતી કૂતરે પણ પોતાનાં પ્રાણ કાઢી નાખ્યા દાદા એ ત્રણેય ને કીધું કે તમે અમર થઈ હમેશ માટે અહી પૂજાશો ( આજે પણ ઘોળો , કાળું કોલી , મોતી કૂતરા ની સમાધિ ગેડી ના પાધરમા છે ) સારંગજી ડોડીયા મસ્તક લઇ ગેડી દરબારગઢ આવ્યાં એમનાં સામૈયાથયા સાંજોજી ચવાણ વાવ ના રાજા નું મસ્તક રાણાજી વાઘેલા ના હાથ માં આપ્યુ ને બોલ્યા કે હવે ઘી એ રાંધો અને દૂધે જમો આજથી હવે તમારે થાળી માં ધૂળ નાખી નઈ ખાવું પડે સવારે ગેડી નો ડાયરો ભેગો થયો રોઝો ઘોળો, કાળું કોલી, મોતી કૂતરો ત્રણેય ને સમાધિ દીધી પાળિયા ખોડયા
પણ આજ ગેડી નો ડાયરો ખમકારા કરે છે વાહ સારંગજી રંગ છે ડોડીયા તમારી જનેતાને કે તમારાં જેવા વીર ને જન્મ આપ્યો
પણ આજ રાણાજી વાઘેલા ને મોજ ના દોરા ફૂટે છે અને બોલ્યા વાહ સારંગજી ડોડીયા વાહ માંગો તમે બોલો તો આજ ગેડી નું રાજ તમને આપી દઉં સારંગજી ડોડીયા બોલ્યા કે વાઘેલા તમારુ અનાજ ખાધું છે મારાથી મંગાય નઈ આતો મારી ફરજ હતી મે તો કઈક આવા કામ કર્યા કોઈ પાસે હાથ લાંબો નથી કર્યો એક રાત માં સરધાર નો ગઢ બાંધ્યો લાખાજી ના રાજ માં અને જસદણ માં જસાજી ખાચર નું રાજ મુલતાન મુસલમાનો પાસેથી પાછું અપાવ્યું હમેશાં સત્ય ની સાથે રેવા વાળો રાજપૂત છુ મારાથી મંગાય નઈ ભાઈબંધી માટે આટલું ના કરુ તો તો મારી ખાનદાની લાજે આટલું બોલી સારંગજી ડોડીયા રજા લેછે રાણાજી વાઘેલા બોલ્યા કે હવે જવા નઈ દઉં કાયમી માટે અહી રહો હવે ગેડીમુકી જાવ તો તમને સૂરજદાદા ના સોગન છે તમારા વગર મને હવે કહુબો નઈ ઊગે ( પણ જો કાયમી માટે રેવું હોય તો જીવા દોરી માટે જમીન જોવે મફતમાં રોટલા ખવાય નઈ) સારંગજી ડોડીયા બોલ્યા કે કાલ આપણે બન્ને ના હોઈએ અને આપણા વસ્તાર ને જમીન માટે ઝગડા થાય તો આપણા સંબધ માથે ધૂળ નાખી ગણાય રાણાજી વાઘેલા બોલ્યા કે તમે બોલો એટલી જમીન તાંબા ના પતરે લખી દઉં સારંગજી ડોડીયા બોલ્યા કે અત્યારે નઈ સમય આવે એટલે બોલીશ આ વાત ને એકાદ વરહ થયું સારંગજી એ વછેરો પાળ્યો તો વેતર રાખ્યું તું એ જમાનામાં સારી ઓલાદ ની ઘોળી હોય તેનું વેતર રાખતા પોતે પાળેલો વછેરો બરોબર એક વર્ષનો થયો અને તેને ચડાઉ કર્યો ત્યારે રાણાજી વાઘેલા ને કીધું કે કાલે ડાયરો બોલાવો સમય આવી ગયો છે તમારી વાત રાખવાનો તમારે મને કાયમી રાખવો હોય તો મારા વસ્તાર ને ખાવા તો ખપે ને રાણાજી વાઘેલા બોલ્યા તમે જે બોલો એ મંજૂર છે તો કાલે સવારે ગેડી નો ડાયરો ભેગો કરો ડાયરો ભેગો થયો ત્યારે સારંગજી ડોડીયા બોલ્યા કે આ મારા વછેરાને આંખે પાટા બાંધી દો અને ગેડી ની જેટલી જમીન ફરે એટલી મારા છોકરાને જીવત દાન માં દેવી પડે ગેડી ના ડાયરા ની સામે રાણાજી વાઘેલા બોલ્યા મંજૂર છે સારંગજી ડોડીયા એ સુરજદાદા ને પ્રણામ કરી વાછેરાને હાલતો કર્યો પાછળ માણસો છે વછેરો ગેડી ના ત્રણ પાધર ફરી ડેલીએ હાવર મારી આંખે પાટા છોડ્યા પાછળ માણસો હતા એમને પૂછવામાં આવ્યુ કે કેટલી જમીન ફર્યો કે ત્રણે પાધર ફર્યો રાણાજી વાઘેલા બોલ્યા મંજૂર છે ત્રણે પાધર દીધા ત્યાતો સારંગજી ડોડીયા બોલ્યા કે આ મને હક ના થાય કારણ કે ત્રણ સીમાડા નો ધણી હું એકલો અને એક સીમાડા ના ધણી ગેડી દરબાર રહે એ મને હક ના થાય મને તો મારા છોકરા ખાય એટલીજ જોવે પણ મારો વછેરો ફર્યો છે ને ભલે ફર્યો વાંધોનઈ રાણાજી વાઘેલા ની ઘરે થી રાણી ને બેન કર્યા અને અતરાદો (ઉતર) સીમાડો બેન રાણીબાને ને કપડામાં આપ્યો દખણાંદો ( દક્ષિણ) સીમાડો ભાણુંભા ને રાણાજી ના દીકરાને જીવત દાન માં આપયો ઉગમણો(પૂર્વ) સીમાડામાં ડોડીયા પરિવાર ખાય ને મજા કરે અને આથમણો (પશ્ચિમ) સીમાડો ગેડી ની વસ્તિ ખાય ને મજા કરે આ વાત ને પંદરક વરહ ના વાણા વાઈ ગયાં છે
રાણાજી વાઘેલા ના ભાણેજ છે રવ ગામના એ ગેડી મોસાળમાં રહે છે પણ ભાણેજ ના મન માં મેલ પાપ છે નાનપણ થી મોસાળમાં રહે છે એટલે ગેડીરાજ થી બરાબર પરિચિત છે મામા ના હાથ માથી ગેડી નું રાજ પડાવી લેવાની વૃત્તિ છે એટલે ધીરે ધીરે ગેડી ની વસ્તિને ખોટુ બોલી વિશ્વાસ માં લઈ લે છે
આ વાત ની ખબર સારંગજી ડોડીયા ને પડે છે સારંગજી ડોડીયા રાણાજી વાઘેલા ને વાત કરે છે તમારાં ભાણેજની નીતિ ખરાબ છે ક્યારેક મોકોજોઇ દગાથી વાર કરશે પણ રાણાજી વાઘેલા ને માનવામાં નથી આવતું એટલે ખાતરી કરવાનુ કહે છે
સારંગજી ડોડીયા કહે છે કે કાલે ગેડીના ના પાધરમાં જે હિંગળાજ માતાનું મંદિર છે ત્યાં કહૂબો રાખો અને ગેડી ગામના ડાયરાને આમંત્રણ આપો ડેલિયેથી તમારે અને ડાયરાને ભેગુ નીકળવાનું બરાબર અધ્ધ વચ્ચે પહોચો ત્યારે તમારે ઊભા રહી જવાનું જેટલા માણસો તમારી સાથે ઉભા રહે એટલા તમારાં અને ભાણુંભા ભેગા જાય એટલા ભાણુંભાના
સવારે ગેડી ગામનો ડાયરો હિંગળાજ માતાના મંદિર જવા નીકળે છે ડેલીએ થી 200 આદમી આગળ છે 200 આદમી પાછળ છે બરાબર વચ્ચે રાણાજી વાઘેલા હાલ્યા જાય છે નકકી કરેલ જગ્યા પ્રમાણે રાણાજી વાઘેલા ઊભા થઈ રહે છે
પણ આખો ડાયરો ભાણુંભા ભેગા હાલી નીકળે છે એક સારંગજી ડોડીયા ભેગાં ઊભા રહે છે સારંગજી બોલ્યા કે જોયું વાઘેલા ખાતરી થઈ ગઇ તો કે હા બુટ પકડી અને કીધું કે આનો ઉપાય તો કે હવે ડાયરામાં નથી જાવુ કાક ઉપાય નીકળશે
જેણે ડાયરો રાખ્યો તો જેને આમંત્રણ આપ્યુ તું એ રાણાજી વાઘેલા ને સારંગજી ડોડીયા કહુંબા માં આવ્યા નથી ડેલી એ થી તો ભેગા નીકળ્યા તા રસ્તા માં ઉભા રહી પાછા કેમ વળી ગયા કોઈ ને કઈ સમજાણું નહીં કહુંબો થયો નહીં ડાયરો સૌ પોતપોતાની ઘરે ગયો પણ ભાણેજને થયું કે મામા ને ખબર પડી ગઈ છે
ભાણુભા ના અંગત ખુટલિયા માણસો હતા એ બોલ્યા કે ભાણુભા મોકો જોઈ ને રાણાજી વાઘેલા ને મારી નાખજો નહીંતર કંઈક નવાજૂની થાશે સવારે શિરામણ કરવા રાણાજી વાઘેલા, સારંગજી ડોડીયા અને ભાણુભા બેઠાછે અને શિરામણ કરી ઉભા થયા ભાણુભા એ જોયું કે બંનેના હાથમાં હથિયાર નથી મોકો ભૂલ્યા જેવો નથી
પણ જ્યાં ભાણુંભા રાણાજી વાઘેલા ઉપર ઘા કરે ત્યાં સારંગજી ઘા ચુકાવી દે છે અને બથ ભરી પકડી રાખે છે હાથમાંથી તલવાર મુકાવી દે છે રાણાજી ને કહે છે કે આને મારી નાખો નહીંતર આ તમને જીવવા નહીં દે આ બથભરાણી એટલે અધમણ નું તાંબુ સમજો એ તાળું ચાવી થી ખુલે પણ આ તાળું તો ચાવી થી પણ નઈ નહિ ખુલે
રાણાજી વાઘેલા હાથમાં ભાલું (સાંગ) લઈ ઘા કરે પણ ભાણેજ જુવાન છે અને સારંગજી ડોડીયા અવસ્થાવાન છે જેવો ઘા કરે ત્યાં ભાણેજ સારંગજી ને સામાં કરે ત્રણેક ઘા કર્યા પણ વારંવાર સારંગજી ને સામા કરી દે છે સારંગજી બોલે છે કે વાઘેલા અધુરું કામ ના કરતા આ મારુ શરીર છે ને ઈ કાંઈ લોઢા નું નથી મારી પીઠમાં ઘા કરો એટલે ભાલો પાસરો ભાણુભા ની છાતીમાં ઘૂસી જાશે રાણાજી વાઘેલા એ ભાલાનો ઘા કર્યો સારંગજી ડોડીયા ની પીઠમાંથી સાંસરો નીકળી ભાણુભા ની છાતી ચીરી નાખી ભાણુભા ઠામ જ પડી ગયો રામ રમી ગયા
પણ સારંગજી ડોડીયા હજી ઉભા છે એમને સત ચડ્યુ છે છાતીના આતરડા છે એ ધરતી પર ઢગલો થઈ ગયા છે રાણાજી વાઘેલા ને કહે છે કે હવે રામેરામ પણ સાંભળો આ આંતરડા ને હું મારી ખોઈ માં લઈ લઉં છું
અહીંથી દરબારગઢ થી હાલી ડેલીની બહાર નીકળી સૂરજદાદાને છેલ્લા પ્રણામ કરું તો મારો પાળીયો ખોડાવજો અને ડેલી ની અંદર રહી જાઉં તો મને ચિતા દઇ દેજો સારંગજી ડોડીયા ધરતી પર પડેલ આંતરડા ખોઈ માં લઈ બે હાથે પકડી પારોઠના પગલાં ભર્યા ડેલી ની બારે જઈ પોતાના હાથ માં આંતરડા હતા ઇ છૂટા મૂક્યા આંતરડા નો ઢગલો ધરતી ઉપર થઈ ગયો છે
બે હાથ જોડી સૂરજદાદાને પ્રણામ કર્યા ત્યારે રાણાજી વાધેલા બોલ્યાં કે સારંગજી ડોડીયા આજ થી મારા વંશ વારસુ વાઘેલા તમારી ખાભી ની સામે ફેરા ફરશે અને માંડવો નઈ નાખે ખુલ્લામાં ફેરા ફરશે
આટલુ સાંભળી સારંગજી પોતાના પ્રાણ કાઢી નાખે છે આજે પણ સારંગજી ડોડીયા દાદાની ખાંભી છે ગેડી વાઘેલા ની ડેલીની સામે અને વાઘેલા પરીવારના જુવાન ના લગ્ન થાય ત્યારે માંડવો નખાતો નથી ચાર ફેરા દાદા ની ખાંભી ની સામે ફરાય છે
નવા વર્ષના પાડવાના દિવસે ચોખાનો જાર થાય છે ડોડીયા પરિવાર ગેડી, ડોડીયા પરિવાર કાનમેર, ડોડીયા પરિવાર રાપર અને વાઘેલા પરિવાર સારંગજી ડોડીયા ને સુરાપુરા તરીકે પૂજે છે...