નારીયુ રજની રમી નહી.રહી તું અંતરિયાળ પતિ જાતા મા સતી થઇ .કુળ ઉજવણ હાર
હે આ દેશની શિલવંતી નારીયુ તમે આ સંસારનો લાહવો લઇ શકી નહી ને પતિ પાછળ સતી થઇ વન વગડે અંતરિયાળ રહી
શુ તાકાત શુ ખમીર શુ ખાનદાની છે આ દેશની વિરાંગનાઓ ના અદભુત બલિદાન ની.. પણ આ જમાનામા હાલ જરા વાત કરો મરવાની ત્યા હાયકારો નિકળી જાય આવા દાખલાઓ અનેક પડ્યા છે પણ આપડે સતીઓ એ આપેલો પોતાનો પ્રાણ અને પ્રાણ બે વખત પ્રાણ એટલે તેનો પતિ પ્રાણનાથ ને બીજો પોતાનો પ્રાણ આપી આ જગતની મોહમાયાને ઠેબે ચડાવી પતિ પાછળ ચિતાએ ચડી અમરાપર સિધાવનાર આવી ઉતમ નારીઓનુ ઉદારણ એટલે આ સતીઓની સિંધુર થી કે ચુંદડી થી ચમકતી ખાંભીઓ જે આજની નારી માટે પતિ પરાયણ બનાવા માટે દાખલો બેસાડે છે એવા દાખલાઓ ભારતવર્ષ ની ધરતી મા સૌરાષ્ટ્ર કચ્છ ની ધરતીમાં થોક્ક બંધ પડ્યા છે ને આવી ખાંભીઓ તમને ગામડે ગામડે નજરે ચડશે અને બલિદાન ની વાત પણ જરૂર મળશે પણ શરત એક એના પાસે જાવુ પડશે પાણા ઉથલાવા પડશે તોજ સાચી વાત જડશે...
રંગ છે આ દેશની આવી નારીયુ ને